Last Updated on by Sampurna Samachar
ઉત્તરપ્રદેશના મેરઠમાં બન્યો ચોંકાવનારો કિસ્સો
મૌલાનાએ દાઢી કાપવાની ના પાડતા થયો હતો વિવાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરપ્રદેશના મેરઠમાં દુલ્હનને મૌલાના પતિની દાઢી પસંદ ન આવતા દુલ્હન દિયર સાથે ભાગી ગયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતની વાત કરીએ તો મહિલા સતત પતિ પર દાઢી કપાવવાનું પ્રેશર બનાવ્યું પણ મૌલાનાએ ના પાડી દીધી. તેના પર વિવાદ થવા લાગ્યો અને પત્ની દિયર સાથે ભાગી ગઈ હતી. જ્યાં પરિવારની બદનામી ન થાય એટલા માટે મૌલાનાએ સંબંધીઓની મદદથી પત્ની અને ભાઈની શોધખોળ કરી પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. જેના બાદ થાકીને મૌલાનાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સુત્રોથી મળતી માહિતી અનુસાર મેરઠના લિસાડી ગેટના ઉજ્જવલ ગાર્ડન નિવાસી મૌલાનાના નિકાહ સાત મહિના પહેલા ઈંચૌલીની રહેવાસી યુવતી સાથે થયા હતા. યુવતી ઈંટર સુધી ભણેલી છે. લગ્ન બાદ પત્ની મૌલાના પર દાઢી કપાવવાનું પ્રેશર બનાવી રહી હતી. તેનું કહેવું હતું કે પરિવારે પ્રેશર બનાવી લગ્ન કરાવ્યા છે અને સાથે રહેવું હોય તો દાઢી હટાવવી પડશે.
મૌલાનાએ ભાઇ અને પત્ની સામે નોંધાવી ફરિયાદ
મૌલાનાએ દાઢી કાપવાની ના પાડી દીધી અને પત્નીના પરિવારને આ અંગે ફરિયાદ કરી દીધી. આ દરમ્યાન મૌલાનાની પત્નીનો પ્રેમ પ્રસંગ પોતાના દિયર સાથે થઈ ગયો. બે મહિના પહેલા મૌલાનાની પત્ની દિયર સાથે ભાગી ગઈ. બંને ગાયબ થતાં પતિ સાતે સાથે પરિવાર અને તેમના જાણનારા લોકો પણ ચોંકી ગયા. પતિએ પત્ની અને ભાઈની ખૂબ શોધ કરી પણ બંનેમાંથી એકેય મળ્યા નહીં. ત્યારે તેમણે ભાઈ અને પત્ની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
પોલીસે શોધખોળ કરી તો જાણવા મળ્યું કે, મહિલા લુધિયાણામાં છે. પતિએ કહ્યું કે, તેની પત્ની શરુઆતથી સ્વતંત્ર મિજાજની હતી. તેને મારી દાઢી પસંદ નહોતી તેથી તે દાઢી કપાવવા માટે પ્રેશર બનાવતી રહેતી હતી. મેં દાઢી કપાવી નહીં, તેથી તે મારા નાના ભાઈ સાથે ભાગી ગઈ.