Last Updated on by Sampurna Samachar
દિકરીનો જન્મની ખુશીમાં માતાના મૃત્યુથી શોકનો માહોલ
બાળકીના જન્મ બાદ તબિયત વધારે બગડવા લાગી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓડિશા (ODISHA) ના સંબલપુરથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી અનુસાર ઝારસુગુડા જિલ્લાના લખનપુર બ્લોકના ટેંગનમાલ ગામના રહેવાસી દેબરાજ ગાંડની પત્ની લિપી ગંડનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
દેબરાજ સશસ્ત્ર સીમા દળ (SSB) માં સેવા આપે છે અને તે તેમની પત્ની અને નવજાત પુત્રીથી દૂર દેશની સરહદોની રક્ષા કરે છે. આ દુ:ખદ ઘટનાક્રમ ૨૮ એપ્રિલે શરૂ થયો, જ્યારે લિપીએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો. તે સમયે તેનો પતિ દેબરાજ પણ તેની સાથે હતો. પરિવારમાં ખુશીનું વાતાવરણ હતું, પરંતુ આ ખુશી અલ્પજીવી સાબિત થઈ .
અનેક અંગોએ કામ કરવાનુ બંધ કરી દીધું
બાળકીના જન્મ પછી તરત જ, લિપીની તબિયત અચાનક બગડવા લાગી. તેમની ગંભીર હાલત જોઈને, ડૉક્ટરોએ તેમને તાત્કાલિક બુર્લા મેડિકલ કોલેજમાં રિફર કર્યા, જ્યાં તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લિપી સતત બેભાન અવસ્થામાં હતી અને તેના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.
આ મુશ્કેલ સમયમાં, જ્યારે દેબરાજ તેની પત્નીના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હતા અને તેના નવજાત બાળક સાથે હતા, ત્યારે બે દિવસ પહેલા ૧૧ મેના રોજ તેમને સરહદ સુરક્ષા દળ તરફથી સરહદ ફરજ પર પાછા ફરવાનો ફોન આવ્યો. રાષ્ટ્રની સેવા કરવાની પોતાની ફરજને સર્વોચ્ચ માનીને, ભારે હૃદયે, દેબરાજ તેની બેભાન પત્ની અને નવજાત બાળકીને હોસ્પિટલમાં છોડીને ફરજ પર ગયા હતા. જ્યાં ૧૩ મેના રોજ, દેબરાજની બીમાર પત્નીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બાબતે ડોક્ટરોએ કહ્યું છે કે તેમના મૃત્યુનું કારણ મલ્ટીઓર્ગન ફેલ્યોર હતા.
એક તરફ એક નવજાત બાળકી છે જેણે તેની માતાનો ચહેરો પણ બરાબર જોયો નથી અને બીજી તરફ સૈનિક દેબરાજ છે. જે દેશની રક્ષા માટે સરહદ પર તૈનાત છે, જ્યારે પરિવાર આ અસહ્ય દુ:ખ સાથે ઝઝૂમી રહ્યો છે. ગામમાં શોકનો માહોલ છે. લિપીના નિધનથી લોકો આઘાતમાં છે.