Last Updated on by Sampurna Samachar
મેંગલુરુમાં બસ કંડક્ટરે કરેલી હરકતનો વિડીયો વાયરલ
પરિવહન મંત્રીએ કડક કાર્યવાહીની માંગ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકના મેંગલુરુમાં એક બસ કંડક્ટરની અભદ્ર હરકતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાત કરીએ તો એક મહિલા મુસાફર સાથે યૌન શોષણ કરવા બદલ કંડકટરની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC) ની બસમાં બની હતી. જે મેંગલુરુ નજીક મુડીપુથી સ્ટેટ બેંક જઈ રહી હતી. એક સહ-યાત્રીએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં કંડક્ટર જ્યારે યુવતી સૂતી હતી. ત્યારે તેને અયોગ્ય રીતે સ્પર્શ કરતો જોવા મળે છે. વિચલિત કરતો આ વિડિયો તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો, જેનાથી લોકોનો આક્રોશ અને મીડિયાનું ધ્યાન ખેંચાયું હતું.
KSRTC એ કંડક્ટરને ફરજ પરથી હટાવ્યા
ઉલ્લેખનીય છે કે વીડિયો રાજ્ય સરકાર સુધી પહોંચ્યા બાદ KSRTC એ તાત્કાલિક કંડક્ટરને ફરજ પરથી હટાવીને શિસ્તભંગની તપાસ શરૂ કરી હતી. આ ઘૃણાસ્પદ હરકત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બસમાં હાજર અન્ય એક મુસાફરે પોતાના મોબાઈલ ફોનમાં સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેના પછી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કંડક્ટરની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપી કંડક્ટર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસ બાદ આરોપી કંડક્ટરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ૧૫ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને પીડિતાને શક્ય તમામ મદદ કરી રહી છે.
આ ઘટનાએ ફરી એકવાર જાહેર પરિવહનમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. કોનાજે પોલીસે KSRTC કંડક્ટર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૪ અને ૭૫ હેઠળ મહિલા મુસાફરને જાતીય સતામણી કરવા બદલ કેસ નોંધ્યો છે. તેને ૧૫ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. કર્ણાટકના પરિવહન મંત્રી રામલિંગા રેડ્ડીએ કડક કાર્યવાહીની માંગ કરી અને કહ્યું કે તપાસ બાદ આરોપીઓને હટાવવા જોઈએ.