Last Updated on by Sampurna Samachar
ચૂંટણીમાં બંને મહિલા ઉમેદવારોની જીત
ઉમેદવારો કે ઘણા ચૂંટણી અધિકારીઓને આ નિયમની નથી જાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
આસામ પંચાયત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ નિર્ણાયક જીત મેળવી છે. આ દરમ્યાન બે વોર્ડમાં ઉમેદવારોને બરાબર વોટ મળતા તેમની જીત માટે સિક્કો ઉછાળીને ર્નિણય કરવામાં આવ્યો હતો. જ્યાં બંને સીટો પર મહિલા ઉમેદવાર લકી સાબિત થઈ હતી. ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, પંચાયત ચૂંટણીમાં બે મહિલા ઉમેદવારો પૂરવી રાજખોવા, નલિન લેખથોપિસેએ નાગાંવ અને ગોલાઘાટ જિલ્લાના બે વોર્ડમાં સિક્કો ઉછાળીને જીત મેળવી હતી.
ચૂંટણીના નિયમો અનુસાર, જ્યારે બે ઉમેદવારોને સમાન મત મળે છે, ત્યારે આવી સ્થિતિમાં ઉમેદવારોની જીત સિક્કો ઉછાળીને નક્કી કરવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે ઉમેદવારો કે ઘણા ચૂંટણી અધિકારીઓને આ નિયમની જાણ નહોતી.
ઘણા ઉમેદવારો વચ્ચે સખત સ્પર્ધા જોવા મળી
મતપત્ર પર આધારિત પંચાયત ચૂંટણીઓમાં ઘણા ઉમેદવારો વચ્ચે સખત સ્પર્ધા જોવા મળી, જેમાં ઘણા ઉમેદવારો ફક્ત એક મતના માર્જિનથી જીત્યા હતા. નલિન લેખથોપીએ ગોલાઘાટના રંગબોંગ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૬માંથી ચૂંટણી લડી હતી, જ્યાં કાર્બી અને આદિવાસી સમુદાયના ૫૦૦ થી વધુ મતદારો છે.
આ વોર્ડમાં સભ્ય પદ માટે ચાર ઉમેદવારો મેદાનમાં હતા, જ્યાં નલીનને સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો. જોકે, તેમને અને તેમના વિરોધીને સમાન મત મળ્યા બાદ, તેમની જીતનો ર્નિણય સિક્કો ઉછાળીને કરવામાં આવ્યો.