Last Updated on by Sampurna Samachar
અમેરિકામાં મિડ–ટર્મ ચૂંટણીમાં મોટા ઉલટફેરના એંધાણ!
જીવનનિર્વાહના ખર્ચ મુદ્દે ૭૬% લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે, જ્યારે માત્ર ૨૩% લોકો ટ્રમ્પની કામગીરીથી સંતુષ્ટ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકામાં યોજાનારી આગામી મિડટર્મ ચૂંટણીઓ પહેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રાફમાં મોટો ઘટાડોનોંધાયો છે. રોઇટર્સ–ઇપ્સોસ, વેરાસાઇટ અને AP-NORC દ્વારા કરવામાં આવેલા તાજેતરના પોલ્સ દર્શાવે છે કે, ટ્રમ્પનું એપ્રૂવલ રેટિંગ ઘટીને ૩૩%થી ૩૬%ની વચ્ચે આવી ગયું છે, જે તેમના અત્યાર સુધીના સૌથી નીચલાસ્તરો પૈકીનું એક છે.

AP-NORC ના સર્વે મુજબ, ૧૦માંથી ૭ અમેરિકનો માને છે કે દેશનું અર્થતંત્ર નબળું છે અને દેશ ખોટી દિશામાંઆગળ વધી રહ્યો છે. ટ્રમ્પના અર્થતંત્ર પ્રત્યેના ર્નિણયોને માત્ર ૩૦% લોકોએ જ સમર્થન આપ્યું છે, જે માર્ચમાં૩૮% હતું. જીવનનિર્વાહના ખર્ચ મુદ્દે ૭૬% લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે, જ્યારે માત્ર૨૩% લોકો ટ્રમ્પની કામગીરીથી સંતુષ્ટ છે.
મૃત્યુ બાદ વહીવટી તંત્રે અટકાયતની પ્રક્રિયા ધીમી કરી
ટ્રમ્પની કડક ડિપોર્ટેશન પોલિસી હવે તેમની જ પાર્ટી માટે જોખમી સાબિત થઈ શકે છે. ૫૨% અમેરિકનોએ જણાવ્યું કે, તેઓ એવા ઉમેદવારને મત નહીં આપે જે ટ્રમ્પનીડિપોર્ટેશન નીતિનું સમર્થન કરતા હોય. ખાસ કરીને ઇન્ડિપેન્ડન્ટ મતદારોમાં આ વિરોધ વધુ જોવા મળ્યો છે. મિનેપોલિસમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલા મૃત્યુ બાદ વહીવટી તંત્રે અટકાયતની પ્રક્રિયા ધીમી કરી છે.
વિદેશ નીતિના મોરચે પણ ટ્રમ્પને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ૬૭% અમેરિકનોએ ઈરાન સાથેનાસંઘર્ષના મુદ્દે ટ્રમ્પના વલણને નકારી દીધું છે. સર્વે મુજબ, ૬૧% અમેરિકનો માને છે કે અમેરિકાએ ઈરાનમાં હવેવધુ કોઈ સૈન્ય કાર્યવાહી કરવી જોઈએ નહીં. જો કે, આ નકારાત્મક પોલ્સ વચ્ચે પણ ટ્રમ્પ માટે એક આશાનુંકિરણ છે. રિપબ્લિકન પાર્ટીના ૮૩% સમર્થકો હજુ પણ ટ્રમ્પની કામગીરીને યોગ્ય માને છે. આ ઉપરાંત, વોટરઆઇડી અને નાગરિકતાના પુરાવા ફરજિયાત કરવાના મુદ્દે ૭૫% અમેરિકનો ટ્રમ્પની તરફેણમાં છે.