Last Updated on by Sampurna Samachar
ઈરાન સામે મોટું સંકટ, ફક્ત ૨૨ દિવસ ચાલે એટલું જ ઓઈલ રિઝર્વ
ઈરાનના ક્રૂડ ઓઇલ સ્ટોરેજ સાઇટ્સ ઝડપથી ખતમ, જેનાથી પ્રોડક્શનમાં ઘટાડાનો ખતરો વધી ગયો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે મડાગાંઠ યથાવત છે. એક તરફ અમેરિકામાં ભારે મોંઘવારીનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ મિડલ ઈસ્ટ યુદ્ધ અને અમેરિકાના પ્રતિબંધો ઈરાન પર ભારે પડી રહ્યા છે.
ઈરાનના સંકટની તાજી તસવીર કેપ્લરના આંકડાઓ પરથી સ્પષ્ટ નજર આવી રહી છે. રિપોર્ટ પ્રમાણે ઈરાન પાસે હવે વણવપરાયેલા ક્રૂડ ઓઈલનો સ્ટોરેજ માત્ર ૨૨ દિવસ ચાલે કે તેથી ઓછું બચ્યું છે. જ્યારે બીજી તરફ દેશમાં ઓઈલ સ્ટોરેજ સાઈટ્સ પણ ઝડપથી ખતમ થઈ રહી છે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાનનો ન વપરાયેલ ઓઈલ સંગ્રહ હવે માત્ર ૨૨ દિવસ કે તેથી ઓછા સમય ચાલે એટલો જ રહ્યો છે, જેને ઈરાન માટે એક મોટું સંકટ માનવામાં આવી રહ્યું છે. રિસર્ચ ફર્મ કેપ્લરના ડેટાના હવાલે તેમાં જણાવ્યું છે કે ઈરાનના ક્રૂડ ઓઇલ સ્ટોરેજ સાઇટ્સ ઝડપથી ખતમ, જેનાથી પ્રોડક્શનમાં ઘટાડાનો ખતરો વધી ગયો છે.
અહેવાલો પ્રમાણે ઈસ્લામિક રિપબ્લિક પાસે હવે આગામી ૧૨ થી ૨૨ દિવસ સુધી ચાલે તેટલું જ ઓઈલ રિઝર્વ છે. આવી સ્થિતિમાં જાે અમેરિકા સાથે તણાવ વધશે, તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે. ન વપરાયેલ ક્રૂડ ઓઈલ સ્ટોરેજ ક્ષમતામાં આ ઘટાડાથી એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈરાનને મેના મધ્ય સુધીમાં દૈનિક ક્રૂડ ઓઈલ પ્રોડક્શન ૧.૫ મિલિયન બેરલ અને ઘટાડો કરવા માટે મજબૂર થઈ શકે છે. ઈરાન માટે આ એટલા માટે પણ ચિંતાનો વિષય છે કારણ કે ત્યાં પહેલાથી ૨.૫ મિલિયન બેરલ પ્રતિદિનનો ઘટાડો કરવામાં આવી ચૂક્યો છે.
આટલું જ નહીં ઈરાની ક્રૂડ ઓઈલની નિકાસ પણ સતત ઘટી રહી છે અને હવે તે ઘટીને ૫૬૭,૦૦૦ રહી ગયો છે, જે માર્ચમાં ૧.૮૫ મિલિયન મ્ઁડ્ઢ હતો. આ ઉપરાંત લોડિંગમાં લગભગ ૭૦% ટકાનો મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. એકંદરે, અમેરિકા સાથેનું યુદ્ધ ઈરાનને ભારે પડી રહ્યું છે. એપ્રિલની શરૂઆતથી ૈંટ્ઠિહ ઝ્રિૈજૈજમાં વધારો થયો છે અને ઈરાની ક્રૂડ ઓઈલની નિકાસમાં તીવ્ર ઘટાડો થયો છે, જાેકે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની બંદરો પર નેવલ નાકાબંધીનો આદેશ આપ્યો હતો, જે હજુ પણ અમલમાં છે.
અમેરિકા-ઈરાન યુદ્ધ માત્ર ઈરાન પર જ નહીં પણ અમેરિકા પર પણ ભારે પડી રહ્યું છે. અમેરિકાના પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ ડોનાલ્ડ ટ્રમ્પનું ટેન્શન વધાર્યું છે. પરંતુ ટ્રમ્પ ઈરાન તરફથી મળેલા કોઈ પણ પ્રસ્તાવને સ્વીકારવા તૈયાર નથી દેખાતા . જ્યારે અમેરિકન પ્રમુખ દ્વારા ઈરાની બંદરો પર કરવામાં આવેલી નાકાબંધી સતત ઈરાનની જીવાદોરી પર હુમલો કરી રહી છે અને તેની મુશ્કેલીઓ વધારી રહી છે, જેનું ઉદાહરણ ઈરાનના ઘટતા તેલ ભંડાર છે.
અમેરિકાની નાકાબંધી ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે અને કોઈ પણ તેલ-ગેસ ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ શકતા નથી. હોર્મુઝ દ્વારા શિપિંગમાં તીવ્ર ઘટાડો થયો છે અને તેની અસર ઈરાન તેમજ ખાડી ક્ષેત્રના અન્ય તેલ ઉત્પાદકો પર પણ પડી રહી છે. મધ્ય પૂર્વના તણાવને કારણે સાઉદી અરેબિયા, ઈરાક, કુવૈત અને યુએઈ પણ તેમના ક્રૂડ ઓઇલ ઉત્પાદનમાં ઘટાડો કરી રહ્યા છે.
