Last Updated on by Sampurna Samachar
ટ્રમ્પે કરી મોટી જાહેરાત– હું હોર્મુઝ હંમેશા માટે ખોલી રહ્યો છું
પાકિસ્તાનમાં ફરી ઈરાન સાથે બેઠક થવાના સમાચારો વચ્ચે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથસોશિયલ પર મોટી જાહેરાત કરી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
હોર્મુઝમાં અમેરિકન નાકાબંધી વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને લઈને થોડા નરમ પડતા દેખાઈ રહ્યા છે. પાકિસ્તાનમાં ફરી ઈરાન સાથે બેઠક થવાના સમાચારો વચ્ચે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હું હોર્મુઝ હંમેશા માટે ખોલી રહ્યો છું. આ ચીન અને દુનિયામાટે કરી રહ્યો છું.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “ચીન ખૂબ ખુશ છે કે હું હોર્મુઝ કાયમી ધોરણે ખોલી રહ્યો છું. હું આતેમના માટે પણ કરી રહ્યો છું– અને વિશ્વ માટે પણ. આ પરિસ્થિતિ ફરી ક્યારેય ઊભી થશે નહીં. તેઓ(ચીન) ઈરાનને હથિયારો ન મોકલવા માટે સંમત થયા છે.
વચ્ચે વધુ ૨ અઠવાડિયા સુધી સીઝફાયર
પ્રમુખ શી જિનપિંગ જ્યારે હું થોડા અઠવાડિયામાં ત્યાંપહોંચીશ ત્યારે મને ઉમળકાભેર ગળે લગાવશે. અમે ખૂબ જ સમજદારી પૂર્વક અને સારી રીતે સાથે મળીને કામકરી રહ્યા છીએ! શું આ લડાઈ કરવા કરતા વધુ સારું નથી??? પરંતુ યાદ રાખજો, જો અમારે લડવું પડે, તોઅમે તેમાં પણ ખૂબ કુશળ છીએ – બીજા કોઈ પણ કરતા ઘણા ચડિયાતા!!! રાષ્ટ્રપતિ” આ સિવાય એકરિપોર્ટ સામે આવ્યો છે કે, વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે વધુ ૨ અઠવાડિયા સુધી સીઝફાયર લંબાવાયું છે.
હોર્મુઝ અને પરમાણુ હથિયારોના મામલે બંને દેશો વચ્ચે તકરાર વધી ગઈ હતી, પરંતુ હાલના ઘટનાક્રમથીતણાવ ઓછો થવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, અમેરિકા અને ઈરાનવચ્ચે સીઝફાયર વધારવા મામલે મહત્ત્વની અપડેટ મળી છે. મધ્યસ્થીઓના પ્રયાસમાં પ્રગતિ થઈ છે, કારણ કે આશા છે કે, બંને વિરોધી પક્ષ ટૂંક સમયમાં જ વાતચીત કરી શકે છે.
અમેરિકા–ઈરાને સીઝફાયર વધારવા મામલે સહમતી પણ દર્શાવી છે. જો ફરી બંને દેશો વચ્ચે વાટાઘાટો થાયછે તો ત્રણ મુદ્દા સામેલ હશે. જેમાં પહેલો પરમાણુ કાર્યક્રમનો છે. બીજો હોર્મુઝથી જોડાયેલો અને ત્રીજો મુદ્દો વળતરને લઈને હશે