Last Updated on by Sampurna Samachar
ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી
ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. જેમા આંદમાન અને નિકોબારમાં ચોમાસું બેસી જશે. વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકથી નિકોબારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર નિકોબારમાં આગામી ૨૪ કલાક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
મે મહિનામાં લોકો વધતી ગરમીને કારણે કંટાળી જતા હોય છે. જોકે આ વખતે તો મે મહિનામાં જ કમોસમી વરસાદે ભારતના ઘણા બધા રાજ્યોમાં પોતાનો કહેર વરસાવ્યો છે. ખાસ કરીને આપણા ગુજરાતમાં તો હજું પણ કમોસમી વરસાદે માજા મુકેલી છે. જેને લઈને ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે.
લોકો કાગડોળે ચોમાસાની જોઇ રહ્યા છે રાહ
જોકે હવે કમોસમી વરસાદ બાદ દેશમાં ઉનાળાના વિદાયનો સમય આવી ગયો છે. કારણકે હવામાન વિભાગ દ્વારા આ વર્ષે હવે ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી લોકો ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારતના આંદમાન અને નિકોબારમાં ચોમાસુ બેસી જશે. એટલે કે આ વખતે ભારતમાં ચોમાસાની એન્ટ્રી વહેલી થઈ છે તેવું કહી શકાય. છેલ્લા ૨૪ કલાકમાં નિકોબારમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકથી નિકોબારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી ૨૪ કલાક ભારેથી અતિભારે વરસાદ નિકોબારમાં રહેવાનો છે. સાથે જ અહિંયા ચોમાસું પણ બેસી જશે. એટલે કે લોકોની રાહતનો હવે અંત આવ્યો અને આ વર્ષે દેશમાં ચોમાસાનું આગમન વહેલા થયું છે.
ઉલ્લેખનીય છે કે આગામી ૪-૫ દિવસમાં અરબ સાગરમાં ચોમાસું પહોચી શકે છે. એટલે કે ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું વહેલું જોવા મળશે તેવું કહી શકાય. જોકે હાલ તો ગુજરાતમાં કમોસમી વરસાદનો આતંક જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોનો પાક મોટા પ્રમાણમાં નાશ પામ્યો છે.