ચીન દ્વારા ખતરનાક બોમ્બ બનાવાતાં સમગ્ર વિશ્વ ચોંક્યુ …

Share this Article:

Last Updated on by Sampurna Samachar

હાઇડ્રોજન બોમ્બ તૈયાર કરવામાં આવ્યો

ગુબ્બારો સળંગ બે સેકન્ડ સળગતો રહ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)

ચીનના વૈજ્ઞાનિકોએ એવો હાઇડ્રોજન બોમ્બ વિકસાવ્યો છે તે અણુબોમ્બથી પણ વધારે ખતરનાક છે, પણ તેમા જરા પણ રેડિયેશન જ નથી. તેમા યુરોનિયમ અને પ્લુટોનિયમ જેવા કોઈપણ પરમાણુ પદાર્થ નથી. એક રિસર્ચ મુજબ ફક્ત બે કિલો વજનવાળા આ બોમ્બે ૧૦૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનવાળો આગનો ગોળો બનાવી દેતા આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે.

આગનો આ ગોળો સળંગ બે સેકન્ડ સુધી સળગતો રહ્યો હતો. આ બોમ્બ પરમાણુ બોમ્બ જેવો નથી, પણ તેના જેવી વિનાશલીલા કરી શકે છે ખરો. ચીને ચાંદી જેવા દેખાતા એક પાવડરમાંથી આ હાઇડ્રોજન બોમ્બ તૈયાર કર્યો છે.

પરંપરાગત વિસ્ફોટોની તુલનાએ ૧૫ ગણો વધારે

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ મુજબ આ પરીક્ષણ એક ખાસ પ્રકારના હાઇડ્રોજન પર આધારિત ઉપકરણ પર કરવામાં આવ્યું, જેનાથી જબરદસ્ત કેમિકલ ચેઇન રિએકશન શરૂ થઈ. તેના પરિણામે ૧,૦૦૦  ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાનવાળી આગવાળો મોટો ગુબ્બારો સળંગ બે સેકન્ડ સળગતો રહ્યો. આ સમયગાળો પરંપરાગત વિસ્ફોટોની તુલનાએ ૧૫ ગણો વધારે છે.

ચીનના વૈજ્ઞાનિકોએ આ ડિવાઇસ ચાઇના સ્ટેટ શિપ બિલ્ડિંગ કોર્પોરશનના ૭૦૫ રિસર્ચ ઇન્સ્ટિટયુટમાં તૈયાર કરી. રસપ્રદ વાત એ છે કે આ હાઇડ્રોજન બોમ્બ પરમાણુ સામગ્રી વગર જ બનાવવામાં આવ્યો. તેના વિસ્ફોટ પાછળ મેગ્નેશિયમ હાઇડ્રાઇડ નામનું એક ચાંદી જેવો દેખાતો પાવડર હતો. તેને પહેલા તે વિસ્તારોમાં હાઇડ્રોજન લઈ જવા માટે બનાવાયો હતો જ્યાં વીજળી પહોંચતી નથી. હવે તેનો ઉપયોગ શસ્ત્રોમા પણ થઈ રહ્યો છે.

આ ડિવાઇસમાં એક પારંપરિક વિસ્ફોટ જેવી રીતે એક્ટિવેટ થાય છે, આ પાવડર ઝડપથી ગરમ થાય છે અને હાઇડ્રોજન ગેસ છોડે છે. આ ગેસ એકદમ જ્વલનશીલ હોય છે અને તરત સળગી ઉઠે છે. તેનાથી આગનો જે ગોળો બને છે, તેની તીવ્રતા પરંપરાગત બોમ્બથી વધારે હોય છે. તેને કોઈપણ પ્રકારના રડિયેશનની જરૂર નથી.  આ જ કારણે તેને નવા પ્રકારનો હાઇડ્રોજન બોમ્બ માનવામાં આવે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.