પદ્મશ્રી સન્માન સંબંધિત દસ્તાવેજોમાં ‘હરેકલા હજબ્બા’ નામ જ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

પદ્મશ્રી હરેકલા હજબ્બાને નોટિસ

નામમાં ફર્ક હોવાથી સ્પષ્ટતા કરવા બોલાવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)

સંતરા વેચીને પોતાના ગામમાં શાળા બનાવનાર હજબ્બાને વર્ષ ૨૦૨૦માં દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવ્યા હતા. હવે કર્ણાટકમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ સઘન પુનરીક્ષણ પ્રક્રિયા દરમિયાન તેમના નામમાં નોંધાયેલી વિસંગતિને લઈને તેમને નોટિસ પાઠવવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, વર્ષ ૨૦૦૨ની જૂની મતદાર યાદીમાં તેમનું નામ માત્ર ‘હજબ્બા’ તરીકે નોંધાયેલું હતું. જોકે ત્યારબાદના લગભગ તમામ સત્તાવાર દસ્તાવેજોમાં તેમનું સંપૂર્ણ નામ ‘હેરેકલા હજબ્બા’ તરીકે નોંધાયેલું છે. તેમના ઓળખપત્રો, રેશન કાર્ડ, પાસપોર્ટ, નવા મતદાર ઓળખપત્ર તેમજ પદ્મશ્રી સન્માન સંબંધિત દસ્તાવેજોમાં પણ ‘હરેકલા હજબ્બા’ નામ જ દર્શાવવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં ૪૩.૮૧ લાખથી વધુ નોટિસ જારી

જૂની મતદાર યાદી અને હાલના સત્તાવાર દસ્તાવેજોમાં નામના આ તફાવતને ચૂંટણી પંચે ‘વિસંગતિ’ની શ્રેણીમાં મૂક્યો છે. આ કારણે તેમને દસ્તાવેજોની ચકાસણી માટે નોટિસ મોકલવામાં આવી છે.આંગણવાડી કાર્યકરો તેમના નિવાસસ્થાને પહોંચી નોટિસ સોંપી હતી. નોટિસમાં તેમને ૧૧ સપ્ટેમ્બરે તમામ મૂળ દસ્તાવેજો સાથે ગ્રામ પંચાયત સમક્ષ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. સુનાવણી દરમિયાન ગ્રામ લેખાકાર દ્વારા તેમના દસ્તાવેજોની ભૌતિક ચકાસણી કરવામાં આવશે.

હરેકલા હજબ્બાની જીવનયાત્રા અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. કર્ણાટકના મંગલુરુ વિસ્તારમાં રસ્તાઓ અને બસ સ્ટેન્ડ પર સંતરા વેચીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓ પોતે ઔપચારિક શિક્ષણથી વંચિત રહ્યા હતા, પરંતુ જીવનમાં શિક્ષણનું મહત્વ તેમણે ખૂબ નજીકથી સમજ્યું હતું.

પોતાની રોજિંદી નાની-નાની બચતમાંથી તેમણે પોતાના પૈતૃક ગામના બાળકો માટે પ્રાથમિક શાળા સ્થાપવાનો ર્નિણય કર્યો હતો. શિક્ષણના ક્ષેત્રમાં તેમના આ અનોખા યોગદાન અને સમાજસેવા બદલ ભારત સરકારે વર્ષ ૨૦૨૦માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા મુજબ, હજબ્બા એવા લાખો મતદારોમાં સામેલ છે જેમને કર્ણાટકમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે વિશેષ સઘન પુનરીક્ષણ પ્રક્રિયા હેઠળ નોટિસ મોકલવામાં આવી રહી છે.

‘નો મેપિંગ’ અને ‘વિસંગતિ’ જેવી શ્રેણીઓ હેઠળ અત્યાર સુધીમાં ૪૩.૮૧ લાખથી વધુ નોટિસ જારી કરવામાં આવ્યા છે, જેમાંથી ૭.૩૧ લાખથી વધુ નોટિસની તામિલી થઈ ચૂકી છે. મતદાર યાદીમાં દાવા અને વાંધાઓના નિકાલની પ્રક્રિયા ૨૪ ઓગસ્ટથી ૨૨ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કર્ણાટકની અંતિમ મતદાર યાદી ૨૭ ઓક્ટોબરે પ્રકાશિત કરવામાં આવશે. હેરેકલા હજબ્બાના મામલાએ એકવાર ફરી મતદાર યાદીમાં માહિતીની ચોકસાઈ અને દસ્તાવેજાેની યોગ્ય નોંધણી અંગે ચર્ચા જગાવી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.