Last Updated on by Sampurna Samachar
ગુનેગાર યુવકે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી
સગીરાની માતાએ યુવક વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે POCSO એક્ટ હેઠળ દોષિત વ્યક્તિને સજા આપવાનો ઈનકાર કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ ર્નિણયે POCSO એક્ટમાં એક નવો વળાંક લાવ્યો છે. સજા ન આપવા પાછળનું કારણ પીડિતાની સહમતિ દર્શાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) કહ્યું કે, પીડિતાએ ક્યારેય આ ઘટનાને ગુનાના રૂપે જોઈ નથી. ૨૦૧૨ માં એક ૧૪ વર્ષીય સગીરાએ પોતાની મરજીથી ૨૫ વર્ષના યુવક સાથે લગ્ન કર્યા હતાં. બાદમાં સગીરાની માતાએ યુવક વિરૂદ્ધ અપહરણ અને બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. જ્યાં યુવકને આ કેસ હેઠળ ૨૦૨૨ માં ૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ ગુનેગાર યુવકે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
કોલકાતા હાઈકોર્ટની ટીપ્પણીઓની ટીકા કરી
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક કહ્યું કે, પીડિતા આરોપીને સજાથી બચાવવા માટે પોલીસ અને કોર્ટ સામે સતત સંઘર્ષ કરતી રહી. આ મામલો માત્ર એક કાયદાકીય ચર્ચા નહીં, પરંતુ સમાજનું પ્રતિબિંબ છે. જે આપણી ન્યાય પ્રણાલીની ખામીઓને ઉજાગર કરે છે. પીડિતાને સૌથી વધુ નુકસાન આપણા કાયદા, સમાજ અને પરિવારે કરાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે દેશના બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ વિશેષ શક્તિઓનો પ્રયોગ કરી આરોપીને સજા ન આપવાનો ર્નિણય લીધો છે. કોર્ટે કહ્યું કે, જ્યારે આ ઘટના બની હતી, ત્યારે સગીરાને સ્વતંત્રપણે ર્નિણય લેવાની તક મળી ન હતી. કારણકે, તેને પરિવારે, સમાજે અને કાયદાએ પહેલાંથી જ દોષિત ઠેરવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે કોલકાતા હાઈકોર્ટની ટીપ્પણીઓની ટીકા કરી હતી. કોલકાતા હાઈકોર્ટે સગીરાઓને યૌન ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવા સલાહ આપી હતી. તેમજ પીડિતાને શરમમાં મૂકતા રૂઢિવાદી ગણાવી હતી. POCSO એક્ટ હેઠળ ૧૮ વર્ષથી ઓછી વયના બાળકોને કોઈપણ પ્રકારના યૌન શોષણ સામે રક્ષણ પૂરૂ પાડવામાં આવે છે. જો સંબંધ સહમતિ સાથે બાંધ્યો હોય તો પણ તેને ગુનો ગણવામાં આવે છે. પરંતુ આ મામલે કોર્ટે સંકેત આપ્યા છે કે, POCSO એક્ટમાં અપવાદો માટે કોઈ સ્થાન નથી. ઘણીવાર બાબત અત્યંત જટિલ હોય છે.