Last Updated on by Sampurna Samachar
મદ્રાસ હાઈકોર્ટ ફગાવેલ કેસને સુપ્રીમ કોર્ટમાં પડકારવાયો
તમારી ED બધી હદો પાર કરી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુ સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે ED ને નોટિસ ફટકારી છે. તમિલનાડુ સરકારે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) મુખ્યાલયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી તપાસ સામે અરજી દાખલ કરી હતી. આ કેસ મદ્રાસ હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો. જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) આ મામલે આગળની કાર્યવાહી પર રોક લગાવવાની વાત કરી છે.
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે CJI બેન્ચને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ૨૦૧૪-૨૧માં ૪૧ FIR દાખલ કરી હતી, ED એ ૨૦૨૫માં આવીને કોર્પોરેશનના મુખ્યાલય પર દરોડા પાડ્યા હતા, બધા ફોન છીનવી લેવામાં આવ્યા હતા, બધું ક્લોન કરવામાં આવ્યું હતું. આ પછી CJI એ કહ્યું કે, આવા કિસ્સામાં તમે તેમની સામે કેસ દાખલ કરી શકો છો, પરંતુ કોર્પોરેશનો સામે નહીં ? CJI એ એસજી એસવી રાજુને કહ્યું કે, તમારી ED બધી હદો પાર કરી રહી છે.
ED ની કાર્યવાહી પર કડક વલણ દાખવ્યું
સુપ્રીમ કોર્ટે આ મામલે નોટિસ જાહેર કરી છે. આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું છે કે, રજાઓ પછી કેસની સુનાવણી કરવામાં આવશે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટના ર્નિણય પછી, આગળની કાર્યવાહી બંધ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટમાં ED ની આ ટિપ્પણી ખૂબ જ નોંધપાત્ર હતી, જ્યાં કહેવામાં આવ્યું હતું કે, ED બધી મર્યાદાઓ પાર કરી રહી છે. સુપ્રીમ કોર્ટે પહેલાથી જ ED ની કાર્યવાહી પર કડક વલણ દાખવ્યું છે. સુપ્રીમ કોર્ટે ED ને નોટિસ જાહેર કરી છે અને આ કેસમાં આગળની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ED માત્ર બધી મર્યાદાઓ ઓળંગી રહ્યું નથી, પરંતુ કોર્પોરેશન સામે કેસ કેવી રીતે દાખલ કરી શકાય તે અંગે પણ વિચાર કરવો જોઈએ. ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને કહ્યું કે, ED માત્ર બધી મર્યાદાઓ ઓળંગી રહ્યું નથી, પરંતુ તે દેશના સંઘવાદનું પણ સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે ભૂતકાળમાં ઘણી વખત ED ની ધરપકડ અને કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવ્યા છે.