Last Updated on by Sampurna Samachar
અવકાશમાં ફસાયેલ સુનિતા અને બુચ વિલ્મોર પાછા ફરી રહ્યા છે
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને વિડીયો શેર કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અવકાશમાં ૯ મહિનાથી ફસાયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા લાવવા માટે ક્રૂ સાવર SPACEX ડ્રેગન કેપ્સુલ મોકલવામાં આવ્યું હતું. તો આ કેપ્સ્યુલમાં હાજર ક્રૂનું આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર એક એલિયન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. સુનિતા વિલિયમ્સ પણ ISS માં એલિયનને જોઈને ચોંકી ગયા હતા, જોકે પછી તે પણ હસવા લાગ્યા. ત્યારે જાણી લઈએ કે એલિયન ISS સુધી કેવી રીતે પહોંચ્યો ?
હકીકતમાં આ એલિયન નાસાના અવકાશયાત્રી નિક હેગ છે. તે પહેલાથી જ ISS પર તૈનાત હતા. તેમણે એલિયન માસ્ક પહેરીને ક્રૂનું સ્વાગત કર્યું. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં હેગ એલિયન માસ્ક પહેરીને અવકાશયાનના હેચમાં પ્રવેશતા દેખાય છે. વીડિયોમાં, સુનિતા (SUNITA) અને બુચ વિલ્મોર તેમનું સ્મિત સાથે સ્વાગત કરે છે.
૮ દિવસના મિશન માટે ગયેલા ને ફસાઇ ગયા
તમને જણાવી દઈએ કે નાસા અને સ્પેસએક્સનું ક્રૂ-૧૦ મિશન હાલમાં ISS પર છે. ક્રૂ-૧૦ અવકાશયાત્રીઓ ફાલ્કન ૯ રોકેટની ઉપર લોન્ચ કરાયેલા ડ્રેગન અવકાશયાન દ્વારા ISS પહોંચ્યા. સફળ ડોકીંગ પછી, હેચ ખુલ્યો અને પછી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે ત્યાં હાજર તમામ અવકાશયાત્રીઓને ગળે લગાવીને મળ્યા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવામાં આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે ૫ જૂન, ૨૦૨૪ના રોજ સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં કેપ કેનાવેરલ જવા રવાના થયા હતા. બંને ત્યાં ફક્ત ૮ દિવસના મિશન માટે ગયા હતા, પરંતુ અવકાશયાનમાંથી હિલીયમ લીકેજ અને વેગમાં ઘટાડો થવાને કારણે, બંને છેલ્લા ૯ મહિનાથી સ્પેસ સ્ટેશનમાં અટવાઈ ગયા છે.