Last Updated on by Sampurna Samachar
ટેક્સાસમાં ૭૦૦થી વધુ લોકો ઝપેટમાં આવતાં ખતરો
આરોગ્ય વિભાગે યોગ્ય પગલાં લીધાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકામાં ૨૫ વર્ષ જૂની ઓરી નામની બિમારીમાં ઘણા લોકો સપડાતા મુશ્કેલી ઉભી થઇ છે. ટેક્સાસમાં આ બિમારીના દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થતાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું હતું. જ્યાં આરોગ્ય વિભાગે રોગચાળાના નિવારણ માટે પગલાં લેવાનુ શરૂ કર્યુ છે.
ટેક્સાસમાં અનેક વ્યક્તિઓમાં ફેલાતા ચિંતાજનક સ્થિતિ ઉભી ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ પશ્ચિમ ટેક્સાસમાં દર્દીઓની સંખ્યામાં એકાએક વધારો થતા આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું છે. પીડિત દર્દીઓના રિપોર્ટ સામે આવ્યા બાદ અમેરિકન આરોગ્ય વિભાગ પણ ચોંકી ગયું છે અને તેણે તાત્કાલીક રોગચાળાનું નિવારણ કરવા માટે પગલા ભરવાનું શરૂ કરી દીઝા છે.
ટેક્સાસમાં ઓરીના કેસો વધીને ૬૬૩ પર પહોંચ્યા
વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ‘ ટેક્સાસમાં ઓરી નામનો રોગચાળો ફેલાયો છે. જાન્યુઆરીના અંત સુધીમાં ટેક્સાસમાં ૭૦૦ થી વધુ લોકો ઓરીનો શિકાર થયા છે, ત્યારબાદ તેમને હોસ્પિટલો દાખલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આ રોગચાળો અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ રહ્યો છે.
અમેરિકાના એક દાયકામાં પ્રથમવાર મોટાપ્રમાણમાં ઓરીના દર્દીઓ નોંધાયા છે. કેટલાક જાહેર આરોગ્ય નિષ્ણાંતો અને મહામારી વિજ્ઞાનીઓનું માનવું છે કે, આ રોગચાળો અમેરિકાને એક વર્ષથી વધુ સમય મુશ્કેલીમાં મુકી શકે છે. સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૦૦ માં અમેરિકાએ વ્યાપક રસીકરણ અભિયાન હાથ ધર્યું હતું. આ દરમિયાન મોટાભાગના બાળકોને ઓરી, ગાલપચોળિયાં અને રૂબેલા અથવા MMR રસી આપવામાં આવી હતી.
ટેક્સાસના આરોગ્ય વિભાગે કહ્યું કે, રાજ્યમાં ઓરીના કેસો વધીને ૬૬૩ પર પહોંચી ગયા છે. ૨૫ એપ્રિલ બાદ વધુ ૧૭ કેસો નોંધાયા છે. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટ હેલ્થ સર્વિસિઝે કહ્યું કે, ‘ઓરીના રોગચાળાનું કેન્દ્ર ગેન્સ કાઉન્ટમાં કુલ ૩૯૬ કેસ નોંધાયા છે.
અન્ય રાજ્યોમાં પણ ઓરીના કેસ ફેલાઈ રહ્યા છે, જેમાં ઈન્ડિયાના, કેન્સાસ, મિશિગન, મોન્ટાના, ઓહિયો, પેન્સિલવેનિયા અને ટેનેસી સામેલ છે. આ રાજ્યોમાં ત્રણ અથવા વધુ કેસો નોંધાયા હોવાનું સામે આવ્યું છે. હેલ્થ વિભાગે ઓરીના કેસે વધુ ન ફેલાય તે માટે તમામ તકેદારીના પગલા શરૂ કરી દીધા છે.
અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (CDC) ના ડેટા મુજબ, ઓરીના કેસો આઠ રાજ્યોમાંથી સૌથી વધુ ટેક્સાસમાં સામે આવ્યા છે. જ્યારે અમેરિકામાં કુલ ઓરીના કેસોની સંખ્યા ૯૦૦ નજીક પહોંચી ગઈ છે. સીડીસીએ અત્યાર સુધીમાં કુલ ૮૮૪ કેસોની પુષ્ટી કરી છે, જે વર્ષ ૨૦૨૪ના કેસો કરતા ત્રણ ઘણા વધુ છે.
તબીબોના મતે ઓરી એક વાયરલ ચેપ છે. આ રોગ વાયરસથી થાય છે અને ચેપગ્રસ્ત બાળકથી અન્ય બાળકોમાં ઝડપથી ફેલાય છે. તેનાથી ચેપ લાગ્યા બાદ ૭ થી ૧૪૪ દિવસમાં લક્ષણો દેખાવા લાગે છે. નાના બાળકો જ નહીં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી પુખ્ત વયની વ્યક્તિને પણ ઓરી થાય છે.
ઓરીના ચેપથી ચામડી પર લાલ ફોલ્લીઓ થાય છે. જેની અસર ચહેરા પર અને કાનની પાછળ વધુ જોવા મળે છે, શરીરના અન્ય ભાગોમાં પણ તેનો ફેલાવો થવાનું જોખમ રહેલું છે. ઓરીના કારણે તાવ, સૂકી ઉધરસ, વહેતું નાક, ગળામાં દુ:ખાવો અને કેટલાક બાળકોમાં કન્જેક્ટિવાઇટિસ જેવી સમસ્યાઓ પણ જોવા મળી છે. ટીબી કે એલર્જીની સમસ્યા ધરાવતા દર્દીએ ખાસ તકેદારી રાખવી જોઇએ. તાવ આવતો હોય કે ઓરીના લક્ષણ જણાય તેવા બાળકોને સ્કૂલ કે અન્ય બાળક સાથે રમવા મોકલવા જોઇએ નહીં.