Last Updated on by Sampurna Samachar
ઓપરેશન સિંદૂરને પાઠ્યક્રમમાં સામેલ કરનાર રાજસ્થાન પ્રથમ રાજ્ય
સ્કૂલી પાઠ્યક્રમમાં ફેરફાર કરવાની તૈયારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત દ્વારા પાકિસ્તાનને આપેલા મક્કમ જવાબની વાર્તા હવે રાજસ્થાનની સ્કૂલ અને કોલેજમાં ભણાવવામાં આવશે. એટલે કે, ઓપરેશન સિંદૂર વિશેના પાઠ્યક્રમનો ભાગ બનશે. આમાં વિદ્યાર્થીઓને દેશપ્રેમ જગાડવા માટે ભારતીય સેનાના સાહસ અને ઓપરેશન સિંદૂરમાં કરેલી કામગીરી વિશે જણાવવામાં આવશે.
આ વખતે વિદ્યાર્થીઓના પાઠ્યક્રમમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કામાં આ સત્રથી ધોરણ ૧ થી ૫ સુધીનો આખો પાઠ્યક્રમ અપગ્રેડ કરવામાં આવશે. બીજા અને ત્રીજા તબક્કામાં ધોરણ ૬ થી ૧૨ સુધીનો પાઠ્યક્રમ બદલાશે. આ રીતે સરકાર નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલી પાઠ્યક્રમમાં ફેરફાર અને અપગ્રેડેશન કરી રહી છે. ઓપરેશન સિંદૂરને પાઠ્યક્રમમાં સામેલ કરનાર રાજસ્થાન પહેલું રાજ્ય બનશે.
પુસ્તકનું નામ ‘સિંદૂર‘ રાખવામાં આવશે
રાષ્ટ્રીય શિક્ષા નીતિ અનુસાર આ સત્રથી સ્કૂલી પાઠ્યક્રમમાં ફેરફાર કરવાની તૈયારી છે. આ રીતે યુવા પેઢીને ભારતીય સેનાના અદમ્ય સાહસથી પરિચિત કરવા માટે આ ગૌરવગાથાને પાઠ્યક્રમમાં સામેલ કરવામાં આવશે. નિષ્ણાત કમિટીઓ સાથે ચર્ચા કરીને વિભાગીય સ્તરે આને પાઠ્યક્રમનો ભાગ બનાવવામાં આવશે. આ ઉપરાંત સ્કૂલી બાળકો માટે એક પુસ્તકનું નામ ‘સિંદૂર‘ રાખવામાં આવશે.
રાજસ્થાન શિક્ષા બોર્ડના સચિવ કૈલાશ ચંદ શર્માએ જણાવ્યું કે કમિટી દ્વારા ઓપરેશન ‘સિંદૂર‘ને સામેલ કરવા માટે ભલામણ મુજબ પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે નવા સત્રથી પાઠ્યક્રમ અપગ્રેડ કરવાની તૈયારી છે, તો ‘ઓપરેશન સિંદૂર‘ને કેવી રીતે છોડી શકાય. એજ્યુકેશન નિષ્ણાત સુરેન્દ્ર સૈનીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર ભારતની સેનાના સાહસનું પ્રતિક છે. આ ઓપરેશન દ્વારા ભારતે સાબિત કર્યું છે કે જો કોઈ ભારતને નુકસાન પહોંચાડશે તો ભારતની સેના તેને છોડશે નહીં. ઓપરેશન સિંદૂર ભારતના પ્રતિક વ્યક્તિ માટે ગૌરવની વાત છે. આવનારી પરીક્ષાઓમાં આ સાથે જોડાયેલા પ્રશ્નો આવી શકે છે. આ સાથે, પુસ્તકોમાં ઓપરેશન સિંદૂરને સામેલ કરવાની પહેલને શિક્ષકોએ પણ આવકાર્યું છે.