Last Updated on by Sampurna Samachar
ઉત્તર પ્રદેશમાં સ્માર્ટ મીટરને લઈને વધતા વિવાદ
વિરોધ પ્રદર્શનની વચ્ચે વહીવટી તંત્રએ મોટો ર્નિણય લીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાવર કોર્પોરેશનના અધ્યક્ષ ડો.આશિષ ગોયલે આ સંબંધે તમામ ડિસ્કોમ (ડિસ્ટ્રીબ્યૂટર કંપની) ઓને સૂચના જાહેર કરી છે.આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે, આગામી સૂચના સુધી જૂના મીટર હટાવીને નવા મીટર લગાવવાની કામગીરી કોઈ પણ રીતે કરવામાં ન આવે.

હકીકતમાં, ગત કેટલાક સમયથી ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ગ્રાહકોમાં સ્માર્ટ મીટરને પગલે વિરોધ જોવા મળ્યો છે. આ વિવાદ હવે ઉકળતા ચરુની જેમ બની ગયો છે. ગ્રાહકોએ આક્ષેપો મૂક્યા કે, ગ્રાહક તરીકે તેમની સહમતિ લીધા વગર જુના મીટર હટાવવામાં આવ્યા છે. તેમજ પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા.
નિવેદનને લઈને તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી
ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં આ બાબતને લઈને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું. ચારેતરફથી વધતા વિવાદને પગલે રાજ્ય સરકારે ૧૨ એપ્રિલના રોજ એક ટેકનિકલ કમિટીની રચના કરી હતી. આ કમિટીને સ્માર્ટ મીટર સાથે જોડાયેલી સમસ્યા, ફરિયાદ, ટેકનિકલ ખામીઓ, તથા ગ્રાહકોના નિવેદનને લઈને તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ ર્નિણય ન આવે ત્યાં સુધી સરકારે નવા સ્માર્ટ મીટર લગાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આગળની રણનીતિ રિપોર્ટ આવ્યા બાદ જ નક્કી કરવામાં આવશે.
સરકારી આંકડા મુજબ, ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી ૭૮ લાખ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જેમાંથી અંદાજે ૭૦.૫૦ લાખ જેટલા પ્રીપેડ સ્માર્ટ મીટર છે.
જો કે, સરકારના ર્નિણય મુજબ, હાલ જુના મીટર બદલવાની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે. પરંતુ નવા વીજ કનેક્શન માત્ર સ્માર્ટ પ્રીપેડ મીટરના માધ્યમથી જ આપવામાં આવશે તેવું પણ કહેવાયું છે. આ ઉપરાંત વીજળી વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું કે, કોઈ પણ ગ્રાહકનું કનેક્શન રોકવામાં નહિ આવે.
અર્થાત જે લોકો નવા કનેક્શન માટે અરજી કરી રહ્યાં છે, તેઓને સ્માર્ટ મીટરની સાથે જ હવે વીજળી મળી શકશે. પહંતુ પહેલેથી લગાવવામાં આવેલા મીટરને બદલવાની હાલ કોઈ પણ કાર્યવાહી કરવામાં નહિ આવે. તેને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. કમિટીના રિપોર્ટમાં કોઈ પ્રકારની ગરબડી સામે આવે છે, તો સરકાર તેના મુજબ ર્નિણય લેશે.