Last Updated on by Sampurna Samachar
બાબા કેદારનાથ ધામના કપાટ ખુલ્યા, વહેલી સવારથી જ જામ્યો શ્રદ્ધાળુઓનો મેળાવળો
કેદારનાથ ધામને બાર જ્યોતિર્લિંગમાંથી અગિયારમા તરીકે પૂજવામાં આવે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડમાં આવેલા પવિત્ર કેદારનાથ ધામ ખાતે ચારધામ યાત્રા ૨૦૨૬નો ભવ્ય પ્રારંભ શ્રદ્ધા અને ભક્તિભાવના વાતાવરણ વચ્ચે થયો છે.“બમ બમ ભોલે” અને “જય કેદાર”ના ગગનભેદી નારાઓ વચ્ચે શુભ મુહૂર્તમાં મંદિરના કપાટ ભક્તો માટેખોલવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર કેદારઘાટી ભક્તિમય બની ગઈ હતી. કપાટ ખુલતાની સાથે જહજારો શ્રદ્ધાળુઓએ બાબા કેદારના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

અક્ષય તૃતીયાના શુભ અવસરે ચારધામ યાત્રાનો પ્રારંભ પહેલાથી જ ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામના કપાટખુલવાથી થઈ ચૂક્યો હતો, જ્યારે આગામી પડાવ તરીકે બદ્રીનાથ ધામના કપાટ ૨૩ એપ્રિલે ખોલાશે.આ સાથે સમગ્ર ચારધામ યાત્રા પૂરજાેશમાં શરૂ થવાની તૈયારીમાં છે અને દેશભરમાંથી લાખો ભક્તોઉત્તરાખંડ તરફ પ્રયાણ કરી રહ્યા છે.
માનવામાં આવે છે કેભગવાન શિવ પોતે જ્યોતિર્લિંગના રૂપમાં રહે છે
કેદારનાથ ધામમાં આ વર્ષે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિર સંકુલને લગભગ ૫૧ ક્વિન્ટલ તાજાફૂલોથી સજાવવામાં આવ્યું હતું, જે ઋષિકેશ અને આસપાસના વિસ્તારોમાંથી લાવવામાં આવ્યા હતા.
રંગબેરંગી ફૂલોથી સજાયેલું મંદિર ભવ્ય અને દિવ્ય દ્રશ્ય સર્જતું હતું. કપાટ ખુલવાની ક્ષણ જાેવા માટે માત્રભારતમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા.
ધાર્મિક માન્યતાઓ અનુસાર કેદારનાથ ધામ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાં અગિયારમા જ્યોતિર્લિંગતરીકે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શિયાળામાં કપાટ બંધ રહેતા હોવા છતાંપણ દેવતા અહીંથી ઉખીમઠ ખાતે પૂજા સ્વીકાર કરે છે, જ્યાં ઓમકારેશ્વર મંદિરમાં તેમની આરાધના કરવામાંઆવે છે. શિયાળામાં ભારે હિમવર્ષાને કારણે બાબાની પાલખી નીચે લાવવામાં આવે છે અને ત્યારબાદ છમહિના સુધી ભક્તો ત્યાં દર્શન કરે છે.
પૌરાણિક માન્યતાઓ મુજબ મહાભારત કાળમાં પાંડવો દ્વારા પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે ભગવાન શિવનીશોધ દરમિયાન કેદારનાથનું મહત્વ ઊભું થયું હતું. કહેવાય છે કે ભગવાન શિવે બળદનું સ્વરૂપ ધારણ કર્યું હતુંઅને જ્યાં તેમની પીઠનું અંશ દેખાયું હતું તે સ્થાન કેદારનાથ તરીકે ઓળખાયું. આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા આમંદિરનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યારથી તે હિન્દુ ધર્મનું મહત્વપૂર્ણ તીર્થસ્થાન બની રહ્યું છે.
કપાટ ખુલતા જ સમગ્ર વિસ્તાર ભક્તિમાં તરબોળ થઈ ગયો હતો અને “જય કેદાર”ના નાદથી હિમાલય ગુંજીઉઠ્યો હતો. ચારધામ યાત્રાના આરંભ સાથે ઉત્તરાખંડમાં ધાર્મિક પ્રવાસનને પણ નવી ઉર્જા મળી છે અનેઆગામી દિવસોમાં લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર યાત્રામાં જાેડાવાની અપેક્ષા છે.