Last Updated on by Sampurna Samachar
૨૧ જૂનથી રાત્રે ૮ વાગ્યે નેટફ્લિક્સ શરૂ થશે શો
સિદ્ધુની વાપસીથી અર્ચના પૂરણ સિંહનું ટેન્શન વધી ગયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટીવીની દુનિયામાં ટીવી પર સૌને હસાવનાર કપિલ શર્મા શો હવે નેટફ્લિકસ પર આવી રહ્યો છે. ત્યારે આ શો વિશે નવા સમાચાર સામે આવી રહ્યા છે. આ શોની બે સિઝન બાદ હવે ત્રીજી સીઝન આવવાની છે અને આ સીઝનમાં હંગામો થવાનો છે. પહેલા અર્ચના પૂરણ સિંહ આ શોને જજ કરતી જોવા મળી હતી. જોકે આ સીઝનમાં તેને પોતાની ખુરશી શેર કરવી પડશે. કારણ કે હવે નવજોત સિંહ સિદ્ધુની વાપસી થવાની હોય તેમ જણાઇ રહ્યુ છે.
નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેઓએ નવજોત સિંહ સિદ્ધુના પાછા ફરવા વિશે જણાવ્યું છે. તે અર્ચના સાથે બેસશે. જેના કારણે અર્ચના ચોંકી ગઈ છે. નેટફ્લિક્સે પ્રોમો શેર કર્યો અને લખ્યું – એક કુર્સી પાજી કે લિયે પ્લીઝ, હર ફનીવાર બધેગા હમારા પરિવાર, જેમાં નવજોત સિંહ સિદ્ધુ અને અર્ચના પૂરણ સિંહ વાપસી કરશે. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોની નવા સીઝન ૨૧ જૂનથી રાત્રે ૮ વાગ્યે ફક્ત નેટફ્લિક્સ પર શરૂ થશે.
અર્ચના પૂરણસિંહ ચોંકી જાય છે
પ્રોમોમાં કપિલ શર્મા અર્ચના પૂરણ સિંહને આંખે પાટા બાંધીને લાવે છે અને કહે છે, બે સીઝન બેક ટુ બેક હિટ આપી છે, નેટફ્લિક્સ તમને એક સરપ્રાઇઝ આપી રહ્યું છે. તે કહે છે કે શું ઘર, કાર કે પછી શેર આપી રહ્યા છે. આ પછી કપિલ આંખેથી પાટા ખોલે છે અને નવજોત સિંહ સિદ્ધુ તેની સામે દેખાય છે. સિદ્ધુને જોઈને અર્ચના પૂરણ સિંહ ચોંકી જાય છે.