Last Updated on by Sampurna Samachar
મની લોન્ડરિંગ કેસમાં મહાઠગ સુકેશ ચંદ્રશેખરને મોટો ઝટકો
મની લોન્ડરિંગ કેસમાં જેકલીને શુક્રવારે પટિયાલા હાઉસ કોર્ટમાં સરકારી સાક્ષી(એપ્રુવર) બનવા અરજી કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ફરી એકવાર ચર્ચામાં આવી છે. કથિત મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં જેકલીને શુક્રવારે પટિયાલા હાઉસ કોર્ટમાં ‘સરકારીસાક્ષી‘(એપ્રુવર) બનવા માટે અરજી કરી છે.

આ મામલે એડિશનલ સેશન જજ પ્રશાંત શર્માએ પ્રોસિક્યુશનનેનોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે અને હવે આ કેસની આગામી સુનાવણી ૨૦ એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. મહત્ત્વનું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જેકલીનને આ કેસમાં સહ–આરોપી બનાવવામાંઆવી છે.
ઢોંગ કરી છેતરપિંડી કરવાનો આરોપ
તપાસ એજન્સીનો આરોપ છે કે સુકેશે પૂર્વ ફોર્ટિસ હેલ્થકેર પ્રમોટર શિવિંદર સિંહની પત્ની અદિતિસિંહ પાસેથી પડાવેલા કરોડો રૂપિયામાંથી જેકલીનને મોંઘી ભેટ–સોગાદો આપી હતી, જેનો અભિનેત્રીએ આનંદમાણ્યો હતો. આ કેસની શરૂઆત ઓગસ્ટ ૨૦૨૨માં દિલ્હી પોલીસના ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા નોંધાયેલી FIRથી થઈ હતી, જેમાં સુકેશ પર કેન્દ્રીય કાયદા સચિવ હોવાનો ઢોંગ કરી છેતરપિંડી કરવાનો આરોપ છે.
કાયદાકીય પ્રક્રિયા મુજબ, જો કોઈ આરોપી કે સહ–આરોપી તપાસમાં મદદ કરવા અને કેસના તમામ સત્યોજાહેર કરવા તૈયાર હોય, તો તે સરકારી સાક્ષી બનવા માટે કોર્ટમાં અરજી કરી શકે છે. CrPC ની કલમ ૩૦૬ હેઠળ,જો તપાસ એજન્સી આ વિનંતી સ્વીકારે અને કોર્ટને ખાતરી થાય કે આરોપી સંપૂર્ણ સત્ય જણાવી રહ્યોછે, તો તેને માફી આપી શકાય છે.જો કે, જેકલીનને આ માફી મળશે કે નહીં, તેનો અંતિમ ર્નિણય કોર્ટના હાથમાંછે. જેકલીન સરકારી સાક્ષી બનશે, તો સુકેશ ચંદ્રશેખરની મુશ્કેલીઓમાં મોટો વધારો થઈ શકે છે.