Last Updated on by Sampurna Samachar
ગુનો સાબિત થાય તો બે વર્ષની જેલની સજા થશે
ફ્લાઇટમાં સાથી મુસાફર સાથે યૌન શોષણનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકામાં ભારતીય મૂળના એક યુવક પર ફ્લાઈટમાં યૌન શોષણનો આરોપ લાગ્યો છે. અહેવાલો અનુસાર, ૩૬ વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિએ ડોમેસ્ટિક ફ્લાઇટમાં સાથી મુસાફર સાથે આ કૃત્ય કર્યું હતું. મોન્ટાનાના ફેડરલ પ્રોસિક્યુટર કર્ટ એલ્મે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ભાવેશકુમાર શુક્લા પર મોન્ટાનાથી ટેક્સાસ જતી ફ્લાઇટમાં યૌન શોષણનો આરોપ છે.
મળતા અહેવાલો અનુસાર, ભાવેશકુમાર શુક્લા ન્યુ જર્સીના લેક હિયાવાથાના રહેવાસી છે. તે અમેરિકાની સ્પેશિયલ એરક્રાફ્ટમાં યૌન શોષણનો આરોપ છે. જો ભાવેશકુમાર શુક્લા દોષિત ઠરે છે, તો તેને બે વર્ષની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત ૨,૫૦,૦૦૦ અમેરિકન ડોલરનો દંડ પણ થઈ શકે છે. આ ઉપરાંત પાંચ વર્ષ સુધી દેખરેખ હેઠળ રહેવું પડશે.
બોઝેમેનથી ડલ્લાસ જતી હતી ફ્લાઇટ
ભાવેશકુમાર શુક્લાએ ૧૭મી એપ્રિલે ફરિયાદ પક્ષમાં હાજર થવાનું છે. આરોપમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ બોઝેમેનથી ડલ્લાસ જતી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં તેણે પરવાનગી વિના યુવતી સાથે જાતીય સંબંધ બાંધ્યા હતા. અમેરિકાની એટર્ની ઓફિસ આ કેસ ચલાવી રહી છે. આ કેસની તપાસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન , યુનાઇટેડ સ્ટેટ્સ ઇમિગ્રેશન (ICE) અને ડલ્લાસ ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.