Last Updated on by Sampurna Samachar
હોમ લોન અને કાર લોન લેનારા ગ્રાહકોને થશે રાહત
રિયલ્ટી અને ઓટો જેવા સેક્ટર્સને રેટ્સ ઘટવાથી ફાયદો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હોમ લોન અને કાર લોન લેનારા ગ્રાહકોને આવનારા સમયમાં મોટી રાહત મળી શકે છે. જણાવી દઈએ કે મોંઘવારીમાં નરમી જળવાઈ રહેવાના અંદાજથી માર્કેટ પર નજર રાખતા એક્સપર્ટ્સનું માનવું છે કે જલ્દી જ પ્રમુખ દરોમાં ઘટાડો થવાનું શરુ થઇ શકે છે.
આશા છે કે ઓગસ્ટ સુધીમાં રિઝર્વ બેન્ક બે વખત દરોમાં ઘટાડો કરી શકે છે. સેન્ટ્રલ બેંકે આ પહેલાં એપ્રિલની પોલિસી સમીક્ષામાં દરોમાં બે ચતુર્થાંશ કપાત કરી હતી. ગાલ પોલિસી રેપો રેટ (REPO RATE) ૬ ટકાએ છે. એક્સિસ બેન્કના ગ્રુપ એક્ઝિક્યુટિવ અને ટ્રેઝરી, માર્કેટ્સ એન્ડ હોલસેલ બેન્કિંગ પ્રોડક્ટ્સ પ્રમુખ નીરજ ગંભીરનું માનવું છે કે, આખું વર્ષ મોંઘવારી દર ભારતીય રિઝર્વ બેન્કના ટાર્ગેટથી નીચે રહી શકે છે, જેનાથી વ્યાજ દરોમાં વધુ કપટ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
વધુ દર ઘટાડો થાય તેવી શક્યતા
તેમણે આશા વ્યક્ત કરી છે કે જૂનમાં પહેલી અને ઓગસ્ટમાં બીજી કપટ થઇ શકે છે, જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે એવું કહેવું કે આ દરમિયાન દરોમાં ૧૦૦ બેસીસ પોઇંટ્સનો ઘટાડો થશે, તે ઉતાવળ હશે. જોકે, હાલ લાગી રહ્યું છે કે આગામી બે વખતમાં ૫૦ બેસીસ પોઇંટ્સનો ઘટાડો થઇ શકે છે. તેમના અનુસાર હાલ મોંઘવારી દરને જોતાં અને માર્કેટ પણ આગામી બે મહિનામાં ૫૦ થી ૭૫ બેસીસ પોઇંટ્સના ઘટાડાની આશા રાખે છે. તો ICICI સિક્યોરિટીઝ પીડીના અભિષેક ઉપાધ્યાયે પણ દરોમાં બે વખત ઘટાડાની શક્યતા વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે મોંઘવારીના વર્તમાન સ્તરને ધ્યાનમાં રાખીને વધુ દર ઘટાડો થાય તેવી શક્યતા છે, પરંતુ RBI કદાચ સતર્ક રહી શકે છે. એક્સપર્ટ્સ આશા રાખે છે કે રિઝર્વ બેંક દરોને ૫.૫૦ ટકા સુધી ઘટાડી શકે છે. રેપો રેટમાં ઘટાડો થવાના કારણે લોન સસ્તી થશે અને લોન લેનારાઓની EMI ઘટવાથી તેમનો બોજ ઘટશે. તેમજ ઇન્ડસ્ટ્રીઝને પણ ફાયદો થશે, કારણ કે સસ્તી લોનને કારણે માંગ વધશે. સામાન્ય રીતે રિયલ્ટી અને ઓટો જેવા સેક્ટર્સને રેટ્સ ઘટવાથી ફાયદો થાય છે. જોકે, રેપો રેટમાં ઘટાડો થવાના કારણે FD વગેરેના વ્યાજમાં પણ ઘટાડો થવાની શક્યતા વધશે.