Last Updated on by Sampurna Samachar
અંતિમ તબક્કામાં ચૂંટણી પ્રચાર હાઈટેક બન્યો
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેવી રીતે એઆઈને હથિયાર બનાવીને પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ ના પડઘમ સાંજ સુધીમાં શાંત થઈ ગયા છે. મતદાનના ૪૮ કલાક બાદ રાજકીય પ્રચાર ન બંધ થાય. હવે આજ બાદ ચૂંટણી માટે કોઈ રાજકીય પક્ષોના કાર્યક્રમ ન થઈ શકે, જાહેરસભા થઈ ન શકે. હવે ડોર ટુ ડોર ફરવું પડશે. તેથી હવે ટેકનોલોજીના સહારે રાજકીય પક્ષો મતદારો સુધી પહોંચશે. તેના વિકલ્પ સ્વરૂપે રાજકીય પક્ષો હવે ટેકનોલોજીનો સહારો લઈ રહ્યાં છે.

તો આ સાથે જ હવે છેલ્લી ઘડીએ મતદારોને રીઝવવા માટે બેઠકોનો સહારો લેવાશે, પરંતુ તે પહેલા મતદારોના વોટ્સએપ સુધી પહોંચવુ વધુ સરળ બનશે. વિરોધી રાજકીય પક્ષોને ઘેરવા હવે પાર્ટીએ AI ને હથિયાર બનાવ્યું છે. ભાજપે અગાઉથી બનાવેલી સ્ટ્રેટેજી મુજબ સોસાયટી મુજબ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે. જેની પૂર્વ તૈયારી સ્વરૂપે દરેક સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે ભાજપના કાર્યકર્તાઓએ અંતિમ તબક્કાની બેઠક કરી રહ્યાં છે.
ભાજપે એઆઈથી કાર્ટુન સીરિઝ બનાવીને વાયરલ કરી
પ્રચારના અંતિમ તબક્કા દરમિયાન ઉમેદવારોની માહિતી, મતદાન મથકની માહિતી આપવા ઉપરાંત હરીફોની મજાક ઉડાવતા કાર્ટુનની શ્રેણી પણ ભાજપે સોસાયટીમાં ફેરવવા માંડી છે. આ કાર્ટુન AI ટુલથી બનાવાયા છે. જેથી અંતિમ મતદાનની ઘડી સુધી મતદારો સાથે સંપર્ક જાળવવું હોય તો હવે ટેકનોલોજી જ એક સહારો છે. આ ઉપરાંત ભાજપના નેતાઓના કાર્યક્રમો, પ્રચાર અભિયાનની રીલ પણ વોટ્સએપ ગ્રુપમાં ફરી રહી છે. તો આ ઉપરાંત ભાજપે એઆઈથી કાર્ટુન સીરિઝ બનાવીને વાયરલ કરી છે.
આમ આદમી પાર્ટીએ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે મોટાભાગે ગ્રામ્ય વિસ્તરાો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. દરેક ગામમાં આપના કાર્યકરો ગુજરાત જુદા વોટ્સએપ ગ્રુપમાં રીલ અને પોસ્ટર વાયરલ કરી રહ્યા છે. સુરત પાલિકામાં આમ આદમી પારી ઘણી મહેનત કરી રહેલી દેખાઈ રહી છે. અહી પાર્ટીઓના નેતાઓને રીલ ઉપરાંત ભાજપના તેમજ કોંગ્રેસના નેતાઓ અળખામણા થાય તેવા વીડિયો ફેરવી રહ્યાં છે.
સાધારણ રીતે આક્રમ અને અત્યાધુનિક પ્રચારમાં સુસ્ત કહેવાતી કોંગ્રેસે પણ આ વખતે કોંગ્રેસે કમર કસી છે. વડોદરા શહેર કોંગ્રેસ અગ્રેસર છે. જર્જરિત પુલ, કથળેલી આરોગ્ય સેવા, કથળેલું સરકારી શિક્ષણ, વગેરેને નિશાન બનાવતા છૈં વીડિયો બનાવ્યા છે. જેમાં વડોદરાની કમનસીબ હરણી બોટકાંડનો એઆઈ વીડિયો સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો છે.