Last Updated on by Sampurna Samachar
હરિદ્વારમાં હર કી પૌડીના સાત મોરચા પર ITBP તૈનાત
ઓપરેશન સિંદુરને લઇ ફ્લેગ માર્ચ કાઢવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે હર કી પૌડીની અભેદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ITBP જવાનોએ સાત મોરચા પર કમાન સંભાળી છે. આ મોરચે હર કી પૌડી પર ૨૪ કલાક નજર રાખવામાં આવશે. ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં રાખીને, દેશભરમાં પોલીસ, વહીવટીતંત્ર અને અન્ય સરકારી વિભાગો એલર્ટ મોડ પર છે. પવિત્ર શહેરમાં સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસો ચાલુ છે. છેલ્લા એક અઠવાડિયાથી મહત્ત્વપૂર્ણ સ્થળોએ પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો એલર્ટ પર છે. ફ્લેગ માર્ચ પણ કાઢવામાં આવી છે.
દરમિયાન, હર કી પૌડીની સુરક્ષા વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે, ચારે બાજુ સાત મોરચા બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. હર કી પૌડીના માલવિયા ઘાટ, સુભાષ ઘાટ, શિવ ઘાટ, નઈ સોતા ઘાટ, CCR સહિત કુલ સાત મોરચા બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. કામ પૂર્ણ થયા પછી, સૈનિકોએ સ્થાન લીધું હતું.
ITBP સૈનિકો તૈનાત કરાશે
CO સિટી શિશુપાલ સિંહ નેગીએ જણાવ્યું હતું કે હર કી પૌડી ખાતે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવા માટે, હર કી પૌડીની આસપાસ સાત મોરચા પર ITBP સૈનિકો તૈનાત કરવામાં આવશે. આ માટે સાત મોરચા તૈયાર કરવામાં આવ્યા છે. પોલીસ પોતાના સ્તરે સતર્ક રહી છે.