Last Updated on by Sampurna Samachar
વડાપ્રધાન મોદીએ સ્થાનિકોની સાથે માણ્યો ભેળનો આનંદ
પીએમ મોદી ચૂંટણી રેલી વચ્ચે એક ભેળની દુકાને સ્થાનિકોની સાથે ઝાલમુરી (ભેળ) ખાવા માટે પહોંચ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે પશ્ચિમ બંગાળ ગયા છે.રવિવારે તેમની અલગ-અલગ શહેરોમાં સતત ચાર રેલીઓ હતી. આ વચ્ચે પીએમ મોદીનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. પીએમ મોદી ચૂંટણી રેલી વચ્ચે એક ભેળની દુકાને સ્થાનિકોની સાથે ઝાલમુરી (ભેળ) ખાવા માટે પહોંચ્યા હતા.

જેની તસવીરો પણ સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીનો બંગાળી અવતાર જોવા મળ્યો હતો. કુર્તાની સાથે લાલ રંગનો સ્ટોલ પહેરીને તેમણે ભવ્ય રેલીને સંબોધિત કરી હતી. ત્યારબાદ તેઓ ઝારગ્રામમાં આવેલી એક ભેળની દુકાને પહોંચ્યા હતા અને સ્થાનિકોની સાથે ભેળનો આનંદ માણ્યો હતો.
બંગાળને પોતાની ઓળખ ગુમાવવાનો ડર
સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ: ઝારગ્રામમાં પીએમ મોદીએ જનતા સાથે મળીને ભેળ ખાધી હતી. આ સાથે જ તેઓએ આસપાસ ઉભેલી મહિલાઓ અને બાળકોને ભેળ પણ ખવડાવી હતી. આ તસવીરો શેર કરતાં પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, “પશ્ચિમ બંગાળમાં રવિવારે ચાર રેલીઓ વચ્ચે, જે એક વ્યસ્ત દિવસ હતો, મેં ઝાડગ્રામમાં સ્વાદિષ્ટ ઝાલમુરી (ભેળ)નો આનંદ માણ્યો.”
ગંભીર આરોપ – ઝાડગ્રામ જિલ્લામાં એક જનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ આરોપ લગાવ્યો હતો કે, તૃણમૂલ કોંગ્રેસ ઘુસણખોરોની અને ઘુસણખોરો માટે સરકાર બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે, “આ ચૂંટણી આ ભૂમિની સમૃદ્ધ વિરાસતને બચાવવા માટે છે. આ બંગાળની ઓળખને બચાવવા માટે છે. બંગાળને પોતાની ઓળખ ગુમાવવાનો ડર છે.”
તેમણે આગળ કહ્યું હતું કે, “તૃણમૂલ કોંગ્રેસ જે રસ્તે ચાલી રહી છે તે ખૂબ જ ખતરનાક છે. તૃણમૂલ કોંગ્રેસઘુસણખોરોની અને ઘુસણખોરો માટે સરકાર બનાવવા માંગે છે. એવી સરકાર જે બંગાળની જનતાના ધર્મ, ભાષા અને રીતિ-રિવાજાેની રક્ષા કરવાને બદલે માત્ર ઘુસણખોરોના ધર્મ, ભાષા અને રીતિ-રિવાજોની રક્ષા કરશે.”