Last Updated on by Sampurna Samachar
દરેક પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો
મહિલાઓના જીવનમાં ઘણો બદલાવ આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ૧૧ વર્ષ પૂર્ણ કર્યા છે. પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળ દરમિયાન મહિલાઓ માટે શરૂ કરાયેલી જન કલ્યાણકારી યોજનાઓથી મહિલાઓના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ૫૧ સેકન્ડનો વિડીયો પોસ્ટ કર્યો છે અને કહ્યું કે, ૧૧ વર્ષમાં આપણી નારી શક્તિની સફળતા દેશવાસીઓ માટે એક મોટી વાત છે. જેને લઈને દરેક વ્યક્તિ ગર્વ અનુભવે છે.
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ઉજ્જવલા યોજના હેઠળ લાખો મહિલાઓને મફત GST કનેક્શન મળ્યા, જેનાથી તેમની જીવનશૈલીમાં સુધારો થયો છે. ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અભિયાને લિંગ સમાનતા અને છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપ્યું છે.
૧૧ વર્ષોમાં નારી શક્તિની સફળતાએ ગૌરવ અપાવ્યુ
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ સ્વરોજગાર માટે મહિલાઓને સરળ લોન આપીને આર્થિક સશક્તિકરણમાં વધારો કર્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓના નામે મકાનની માલિકી આપવાથી તેમની સામાજિક સુરક્ષા વધુ મજબૂત બની છે. આ બધી યોજનાઓથી મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યો છે અને સામાજિક તેમજ આર્થિક તરફનો માર્ગ પણ ખુલી ગયો છે.
PM મોદી (MODI) એ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે, ‘આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓએ એવો યુગ પણ જોયો છે કે જેમાં તેમને દરેક પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આજે તેઓ માત્ર વિકસિત ભારતના સંકલ્પમાં ભાગીદારી જ નથી આપી રહી પણ શિક્ષણ અને વ્યવસાયથી લઈને દરેક ક્ષેત્રમાં પ્રેરણા બની રહી છે. છેલ્લા ૧૧ વર્ષોમાં અમારી નારી શક્તિની સફળતાઓ દેશવાસીઓને ગૌરવ અપાવે તેવી રહી છે.