Last Updated on by Sampurna Samachar
‘બિહાર ભારતને વિશ્વની ત્રીજી મહાસત્તા બનાવશે’
છેલ્લા ૩ અઠવાડિયામાં PM મોદીનો આ બીજીવાર બિહાર પ્રવાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારની પ્રવાસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સિવાનના જસોલી ગામમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. તેઓ હેલિકોપ્ટર દ્વારા જસોલી ગામ પહોંચ્યા હતા અને ત્યાંથી ખુલ્લી જીપમાં જાહેર સભા સ્થળે પહોંચ્યા હતા. જાહેર સભામાં તેમની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પણ જોવા મળ્યા હતા.
PM મોદીને જાહેર સભામાં હાજર લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ પણ હાથ હલાવીને સૌનું સ્વાગત કર્યું હતું. PM મોદીએ જાહેર સભાના મંચ પરથી લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો.
હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
સિવાન જાહેર સભામાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે NDA સરકાર પૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ અને બ્રજ કિશોર પ્રસાદ જેવા મહાપુરુષોના મિશનને દૃઢ નિશ્ચયથી આગળ વધારી રહી છે. વિકાસની આ શ્રેણીમાં બિહારના સિવાનના મંચ પરથી તેમણે હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
તેમણે કહ્યું કે બિહાર માટે તેમની પાસે ઘણું કરવાનું છે. હું વિદેશથી પાછો ફર્યો છું. ૩ દેશોની મુલાકાત દરમિયાન જ્યારે મેં વિશ્વના સમૃદ્ધ દેશોના નેતાઓ સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરી, ત્યારે જાણવા મળ્યું કે ત્રણેય દેશોના નેતાઓ ભારતની ઝડપી પ્રગતિથી ખૂબ પ્રભાવિત છે. તેઓ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનતા જાેઈ રહ્યા છે અને બિહાર ભારતને વિશ્વની ત્રીજી મહાસત્તા બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે પીએમ મોદી સિવાનના જસૌલીમાં જનસભા સંબોધી રહ્યા છે.
આ દરમિયાન PM મોદી દ્વારા બિહારના ૨૨ શહેરોને ગટર અને પાણી સાથે જોડાયેલી યોજનાઓનો શુભારંભ કર્યો. આ ઉપરાંત પાટલીપુત્રથી ગોરખપુર માટે ૮ કોચની વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલ લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ ઉપરાંત પીએમ મોદી દ્વારા વર્ચ્યુલી વૈશાલીમાં નવી રેલવે લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યુ. મહત્વનું છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે છેલ્લા ૩ અઠવાડિયામાં પીએમ મોદીનો આ બીજીવાર બિહાર પ્રવાસ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી ૨.૦ હેઠળ ૫૩૬૬૬ નવા મકાનોની મંજૂરી બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવાનમાં જાહેર સભામાંથી આ લાભાર્થીઓના ખાતામાં ૫૩૬ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી.. ઉપરાંત, આ યોજના હેઠળ, ૬૬૮૪ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ આપવામાં આવ્યો અને ૫ લાભાર્થીઓને ચાવીઓ સોંપવામાં આવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં સિવાન જાહેર સભાથી પટનાના પાટલીપુત્રથી યુપીના ગોરખપુર સુધીની નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ ટ્રેન પાટલીપુત્ર જંક્શન પર ઉદ્ઘાટન માટે તૈયાર છે. આ ટ્રેન પટનાને ગોરખપુર સાથે જોડશે, જે ઉત્તર બિહારના તિરુત અને ચંપારણ વિસ્તારોને આવરી લેશે.