Last Updated on by Sampurna Samachar
ટ્રેન કલ્યાણ જંકશન પર ઉભી હતી ત્યારે બની દુર્ઘટના
મધ્ય રેલવે માહિતી અધિકારીએ આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના કલ્યાણમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની હોવાના સમાચારા સામે આવ્યા છે. આ ઘટના કલ્યાણ જંકશન પર પુષ્પક એક્સપ્રેસમાંથી પાંચ મુસાફરો પડી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ટ્રેન (TRAIN) કલ્યાણ જંકશન પર ઉભી રહી ત્યારે ઓફિસ જનારા લોકો તેમાં ચઢવા માટે દોડી ગયા હતા. આ દરમિયાન ભારે ભીડ અને ધક્કામુક્કીના કારણે આ અકસ્માત થયો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો તેમની ઓફિસ પહોંચવા માટે દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે. આ બધા આ ટ્રેનમાં ચઢે છે અને છત્રપતિ શિવાજી ટર્મિનલ તરફ જાય છે. ઓફિસ સમય દરમિયાન, ટ્રેનમાં ચઢવા માટે ખૂબ જ ધસારો થયો હશે અને પછી ધક્કામુક્કી થઈ, જેના કારણે આ અકસ્માત થયો.
મુસાફરોએ શિસ્તનું પાલન કરવું જોઈએ
મધ્ય રેલવેના જણાવ્યા અનુસાર, બે લોકલ ટ્રેનો એકબીજાથી પસાર થઈ રહી હતી. ત્યારે લટકતા મુસાફરો એકબીજા સાથે ટકરાયા ગયા. આ કારણે ૧૦-૧૨ મુસાફરો રેલ્વે ટ્રેક પર પડી ગયા. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૬ મુસાફરોના મોત થયા છે. જ્યારે બે મુસાફરો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે અકસ્માત થયો. ત્યારે શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે મુસાફરો પુષ્પક એક્સપ્રેસમાંથી પડી ગયા હતા.
મધ્ય રેલવે માહિતી અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે પુષ્પક એક્સપ્રેસનો આ સાથે કોઈ સંબંધ નથી. ભાજપ નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે મુમ્બ્રા કાલવામાં બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. થાણેથી ડોંબિવલી વિસ્તારમાં જે ગતિએ વસ્તી વધી છે. તે ગતિએ અમે પરિવહન વ્યવસ્થા વધારી શક્યા નથી.
તેથી, દેવેન્દ્ર ફડણવીસ સરકારે મેટ્રોના કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વૈકલ્પિક રસ્તાઓની ક્ષમતા વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને તે જ સમયે, થાણેને બાયપાસ કરીને દિવાળી સુધીમાં સીધો રેલ જોડાણ બનાવવા માટે તમામ કોચમાં ૧૫-૧૫ કોચ બનાવીને ક્ષમતા વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમાં ૨-૫ વર્ષ લાગશે. આવા સમયે મુસાફરોએ આ શિસ્તનું પાલન કરવું જોઈએ તેવી વિનંતી છે.