Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાનના રાજદૂતે રશિયા નાયબ વિદેશમંત્રીની લીધી મુલાકાત
ભારત સાથે યુદ્ધના ભય હેઠળ જીવી રહ્યું છે પાકિસ્તાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીનો માહોલ સર્જાયો છે. ભારત સતત પાકિસ્તાન વિરૂદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. હાલમાં જ તેણે ફ્રાન્સમાંથી રાફેલ-એમ ફાઈટર એરક્રાફ્ટની ડીલ કરી પોતાનું સામર્થ્ય વધાર્યું છે. બીજી બાજુ પાકિસ્તાન યુદ્ધના ભણકારા વચ્ચે તુર્કિયે, ચીન, બ્રિટન જેવા દેશો પાસે મદદ માંગી રહ્યું છે. પાકિસ્તાન હવે મદદ માટે રશિયા પહોંચ્યું છે.
પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ હાલમાં જ રશિયાના નાયબ વિદેશ મંત્રી આંદ્રે રૂદેનકો સાથે મુલાકાત કરી હતી. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ મુદ્દે વાતચીત કરી ભય વ્યક્ત કર્યો હતો કે, ભારત તેના પર હુમલો કરી શકે છે. જ્યાં રશિયાને આ યુદ્ધ રોકવા અપીલ કરી છે. પાકિસ્તાનને સતત ભય છે કે, ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર યુદ્ધ કરી શકે છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત એક્શનમાં છે. તેણે અત્યારસુધી અનેક મોટા ર્નિણયો લીધા છે.
ભારતે હુમલાની જવાબી કાર્યવાહીમાં
રશિયાના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના રાજદૂત સાથેની મુલાકાત અંગે જણાવ્યું હતું. રશિયાએ કહ્યું કે, તેણે પાકિસ્તાનને સલાહ આપી છે કે, તે ભારત સાથે વાતચીત કરી આ મુદ્દો ઉકેલે. આ પહેલાં પાકિસ્તાન તુર્કિયે પાસે પણ પહોંચ્યું હતું. પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ભારતની કાર્યવાહીથી બચવા માટે યુએન, બ્રિટન, તુર્કિયે, અને હવે રશિયા પાસે સમર્થન માંગી રહ્યું છે. જે સંકેત આપે છે કે, પાકિસ્તાન સતત ભારત સાથે યુદ્ધના ભય હેઠળ જીવી રહ્યું છે.
૨૨ એપ્રિલે કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા ૨૬ જેટલા નિર્દોષ પર્યટકોની હત્યા કરી દેવામાં આવી હતી. આ હુમલાની અગાઉ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના જૂથ ધ રેજિસ્ટન્સ ફ્રન્ટે લીધી હતી. જોકે, બાદમાં તેણે પલટી મારી હુમલા સાથે કોઈ લેવાદેવા ન હોવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાન વર્ષોથી આતંકવાદને પોષતુ આવ્યું છે.
ભારતે આ હુમલાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન વિરૂદ્ધ અનેક આકરા ર્નિણયો લીધા છે. જેમાં ભારત હવે પાકિસ્તાન માટે એરસ્પેસ બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ પર પણ રોક, પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા આદેશ, તેમજ પાકિસ્તાન હાઈકમિશનના અધિકારીઓની સંખ્યા ઘટાડવા જેવા ર્નિણયો જાહેર કર્યા છે.