Last Updated on by Sampurna Samachar
ભારતે પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમ જ ઉડાવી દીધી
પાકિસ્તાનના ૧૫ શહેરો પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાજેતરમાં ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદુર થકી આતંકવાદીઓના ૯ ઠેકાણોને નિશાન બનાવી નાશ કર્યો હતો. જેના બદલામાં પાકિસ્તાને રાત્રે ગુજરાતના ભૂજ સહિત ભારતના અનેક શહેરો જેમાં અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, અમદાવાદ, ભટિંડા, ચંદીગઢ, નલ, ફલોદી અને ઉત્તરલાઈ પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા. ભારતીય સેનાએ આ હુમલાને જડબાતોડ જવાબ આપ્યો છે.
ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર યુએએસ ગ્રિડ અને એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા હતી. બીજા દિવસે સવારે, ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. તેમણે પાકિસ્તાન (PAKISTHAN) માં અનેક સ્થળોએ એર ડિફેન્સ રડાર અને સિસ્ટમ પર હુમલો કર્યો હતો. આ જવાબ પાકિસ્તાનની તીવ્રતા જેટલો જ હતો, પણ ભારતે સ્પષ્ટ કહ્યું કે, “અમે શાંતિ ઇચ્છીએ છીએ, અમારો પ્રતિભાવ ફક્ત સંયમિત છે.” ભારતે એ પણ જણાવ્યું કે, પાકિસ્તાને ભારતીય સેનાના લક્ષ્યોને નિશાન નથી બનાવ્યા, પણ જો ભવિષ્યમાં આવું થશે, તો ભારત યોગ્ય જવાબ આપશે.
પાકિસ્તાને હુમલા ચાલુ રાખ્યા તો ભારત જવાબ આપશે
આ ઘટનાની વચ્ચે, પાકિસ્તાને લાઇન ઓફ કંટ્રોલ (IOC) પર મોર્ટાર અને ભારે આર્ટિલરીથી ગોળીબાર વધારી દીધો હતો. કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંઢર અને રાજૌરી જેવા વિસ્તારોમાં તીવ્ર ગોળીબાર થયો હતો. આ હુમલામાં ૧૬ નિર્દોષ લોકોના જીવ ગયા, જેમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનાએ ભારતને દુ:ખી કરી દીધું, પણ ભારતે હજી પણ ધીરજ રાખી હતી. તેમણે પાકિસ્તાનના આ ગોળીબારને રોકવા માટે પ્રતિભાવ આપ્યો અને સ્પષ્ટ કહ્યું કે, “અમે શાંતિ ઇચ્છીએ છીએ, પણ જો પાકિસ્તાને આ રીતે હુમલા ચાલુ રાખ્યા, તો અમે પણ યોગ્ય જવાબ આપીશું.”
આ ઘટના દરમિયાન, ભારતે “ઓપરેશન સિંદુર” નામની એક ખાસ કાર્યવાહી હાથ ધરી હતી. ૭ મે, ૨૦૨૫ના રોજ એક પ્રેસ બ્રીફિંગમાં, ભારતે આ ઘટનાઓની વિગતો જાહેર કરી અને વિશ્વને બતાવ્યું કે, તે શાંતિ ઇચ્છે છે, પણ પોતાની સુરક્ષા માટે કડક પગલાં લેવામાં પણ પાછીપાની નહીં કરે.
અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં હાજર ચીનની HQ-9 મિસાઇલ સિસ્ટમને ભારે નુકસાન થયું છે. ચીનમાં ઉત્પાદિત આ લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમને પાકિસ્તાનના બહુ-સ્તરીય સંરક્ષણ નેટવર્કનો મુખ્ય ભાગ માનવામાં આવે છે. ભારતના ચોકસાઇવાળા હુમલાઓએ ઘણા HQ-9 લોન્ચર્સ અને સંકળાયેલ રડાર સિસ્ટમ્સને નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે મુખ્ય આગળના સ્થળોએ પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ ક્ષમતાઓને અસર થઈ છે. પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતે પાકિસ્તાનની રડાર સિસ્ટમનો નાશ કરીને તેના મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.
HQ-9 એ ચાઇના પ્રિસિઝન મશીનરી ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કોર્પોરેશન (CPMIEC) દ્વારા વિકસિત સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ (SAM) સિસ્ટમ છે. આ મિસાઇલ સિસ્ટમને ચીનની લશ્કરી ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે અને પાકિસ્તાને તેને ૨૦૨૧ માં તેની સેનામાં સામેલ કરી હતી.
પાકિસ્તાને આ સિસ્ટમ અપનાવી, કારણ કે તે ભારતના આધુનિક હવાઈ યુદ્ધ સાધનો વિશે ચિંતિત હતું. ભારતના રાફેલ ફાઇટર જેટ, સુખોઈ SU-30MKI અને બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ જેવા શસ્ત્રો પાકિસ્તાન માટે એક મોટો પડકાર છે. આને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાને HQ-9 જેવી સિસ્ટમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો, જે હવે ભારતીય હુમલામાં નાશ પામી છે.
સરહદ પર ફાયરિંગ સતત થઈ રહ્યું છે. કુપવાડા, બારામુલા, પુંછ, મેંઢર, રાજોરી જેવા ક્ષેત્રમાં પાકિસ્તાને મોર્ટાર અને હેવી આર્ટિલરીથી ગોળીબારી કરી છે. આ નાપાક ફાયરિંગમાં ૧૬ ભારતીય નિર્દોશ નાગરિકોના મોત થયા, જેમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકો સામેલ છે.
ભારતનો સંદેશ સ્પષ્ટ છે કે અમે ESCALATION નથી ઈચ્છતા, પરંતુ જવાબ આપતા આવડે છે. ભારતીય સેનાએ ફરી સ્પષ્ટ કર્યું કે ભારત યુદ્ધ ઈચ્છતું નથી. પરંતુ જો સૈન્ય કેમ્પ કે નાગરિકો પર હુમલા થાય છે તો ભારત જવાબ આપવામાં પાછળ હટશે નહીં. આ કારણ છે કે એલઓસી પર પાકિસ્તાની ગોળા-બારૂદનો જોરદાર જવાબ આપવામાં આવી રહ્યો છે.
જ્યાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘણા સ્થાનો પર વાયુ રક્ષા રડાર અને સિસ્ટમને નિશાન બનાવી. ભારતની પ્રતિક્રિયા પાકિસ્તાનની સમાન તીવ્રતા સાથે તે ક્ષેત્રમાં રહી છે. વિશ્વસનીય જાણકારી અનુસાર લાહોરમાં એક એર સિસ્ટમને નિષ્ક્રિય કરી દેવામાં આવી છે.