Last Updated on by Sampurna Samachar
ગોવામાં રૂ. ૨૭૦.૦૭ કરોડના ખર્ચે બની રહ્યો છે ઓબ્ઝર્વેટરી ટાવર
ગોવાના પ્રવાસીઓ માટે બનશે આકર્ષણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હવે ભારતીયોને એફિલ ટાવર નિહાળવા પેરિસ જવુ પડશે નહીં. કેમ કે એફિલ પાવર જેવો ટાવર હવે ભારતમાં બનવા જઇ રહ્યો છે. જે ગોવા (GOA) માં બનશે અને તેને નજીવી કિંમતે નિહાળી શકશો. જ્યારે આ ટાવરનુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ભૂમિપૂજન કર્યું હતું.
ગોવામાં ટૂંક સમયમાં તમે એફિલ ટાવર જોઇ શકશો. જેનું નામ ઓબ્ઝર્વેટરી ટાવર રાખવામાં આવશે. જેને નજીવી કિંમતે વેધશાળા ટાવર અને જોવાની ગેલેરીનો આનંદ માણી શકો છો. આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. ૨૭૦.૦૭ કરોડ છે. તેમાં એક વેધશાળા ટાવર, ફરતું રેસ્ટોરન્ટ અને આર્ટ ગેલેરી હશે, જે ગોવાને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવશે. આ ટાવર ગોવાના પર્યટનમાં એક નવું પરિમાણ ઉમેરશે.
સરકાર પર કોઈ નાણાકીય બોજ પડશે નહીં
આ પ્રોજેક્ટ DBFOT મોડેલ પર આધારિત છે, જેમાં એક ખાનગી કંપની તેને ૫૦ વર્ષ સુધી ચલાવશે. જેનાથી સરકાર પર કોઈ નાણાકીય બોજ પડશે નહીં. આ ટાવર બે મજબૂત પાયા પર બનાવવામાં આવશે, જેમાં જોવા માટે ગેલેરી, કાફેટેરિયા અને પ્રવાસી સુવિધાઓ હશે.
ન્યૂ ઝુઆરી બ્રિજ પરના ટાવરની ઊંચાઈ ૧૨૫ મીટર હશે. તેનો પાયો ૮.૫૦ મીટર ટ ૫.૫૦ મીટર હશે, અને ઉપરના ભાગમાં ૨૨.૫૦ મીટર ટ ૧૭.૮૦ મીટરના બે મોટા માળ હશે. પ્રવાસીઓ માટે કેપ્સ્યુલ લિફ્ટની સુવિધા હશે.
ટાવર સુધી પહોંચવા માટે, સમુદ્રની બંને બાજુ ૭.૫૦ મીટર પહોળા વોકવે પુલ બનાવવામાં આવી રહ્યા છે. પુલના બંને છેડે પાર્કિંગની સુવિધા પણ હશે. આ પ્રોજેક્ટ ગોવામાં પ્રવાસન અને રોજગારને વેગ આપશે. આનાથી આતિથ્ય, પરિવહન અને છૂટક ક્ષેત્રોમાં વૃદ્ધિ થશે. સ્થાનિક વેપારીઓને પણ ફાયદો થશે. આ ટાવર ગોવાને વિશ્વ મંચ પર સ્થાપત્ય અને પ્રાયોગિક પર્યટન માટે એક અનોખું સ્થળ બનાવશે. પ્રવાસીઓ ઓછા ખર્ચે એફિલ ટાવર જેવો અનુભવ માણી શકશે, જેનાથી ગોવાનું આકર્ષણ વધશે.