Last Updated on by Sampurna Samachar
ઇલોન મસ્કની સ્ટારલિંકને સરકારી મંજુરી મળતા જ થશે શરૂ
સ્ટારલિંકને પરવાનગી આપવાની પ્રોસેસને ઝડપી બનાવાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે ઇલોન મસ્ક (ELON MUSK) ની સ્ટારલિંકને સરકારની મંજૂરી મળી ગઈ છે. એક રિપોર્ટ મુજબ સ્ટારલિંકને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા લેટર ઓફ ઇન્ટેન્ટ આપી દેવામાં આવ્યો છે. જોકે આ લેટરમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે હજી તેમને ફાઇનલ લાઇસન્સ આપવામાં નથી આવ્યું. એ પરવાનગી ત્યારે જ આપવામાં આવશે ત્યારે લાયસન્સ માટેની તમામ શરતો પૂરી કરવામાં આવશે.
એક સરકારી ઓફિસર દ્વારા મની કન્ટ્રોલને કહેવામાં આવ્યું હતું કે સ્ટારલિંકને GMPCS , VSAT , ISP લાયસન્સ માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા લેટર ઓફ ઇન્ટેન્ટ આપી દેવામાં આવ્યું છે. ફાઇનલ લાયન્સ તમામ શરતો પૂરી થયા બાદ આપવામાં આવશે અને બહુ જલદી આપી દેવામાં આવે એવું બની શકે છે.
અરબો ડોલરનો ખર્ચ થઇ શકે
વોશિંગટન પોસ્ટના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ઇલોન મસ્કની સ્ટારલિંકને પરવાનગી આપવાની પ્રોસેસને ઝડપી બનાવી દેવામાં આવી છે. આ પાછળનું કારણ અમેરિકા સાથેની ટ્રેડ વોરમાં વાતચીત કરવામાં ભારતને વધુ મદદ મળી શકે એમ છે.
સ્ટારલિકંની સર્વિસને ભારતમાં શરૂ કરવા માટે અરબો ડોલરનો ખર્ચ થઈ શકે છે. ભારતમાં કંઝ્યૂમર બ્રોડબેન્ડ માર્કેટને એક ટકા કવર કરવાથી સ્પેસએક્સને દર વર્ષે એક બિલિયન ડોલરની કમાણી કરી શકે છે. સ્ટારલિંકને લેટર મળી ગયો હોવાથી એ બહુ જલદી ભારતમાં સર્વિસ શરૂ કરશે. સ્ટારલિંક સેટેલાઇટ સર્વિસ એક રીતે જોવા જઈએ તો વનવેબની સર્વિસ છે એ જ મૂજબ સર્વિસ આપશે. વનવેબ દ્વારા ભારતમાં પહેલેથી જ સેટેલાઇટ સર્વિસ આપવામાં આવી રહી છે અને એરટેલ કંપનીમાં એની ખૂબ જ મોટી ભાગીદારી પણ છે.
સ્પેસએક્સની સ્ટારલિંક સાથે જિયો અને એરટેલ બન્નેએ પાર્ટનરશિપ કરી છે. તેઓ સ્ટારલિંક સાથે મળીને પોતાની સર્વિસ લઈને આવશે. ૨૦૨૫ની શરૂઆતમાં આ પાર્ટનરશિપ વિશે જાહેરાત કરવામાં આવી હતી. જોકે હજી સુધી સ્ટારલિંક દ્વારા આ વિશે કોઈ જાહેરાત કરવામાં નથી આવી.