Last Updated on by Sampurna Samachar
યુરોપના ૨૯ દેશમાં પાસપોર્ટ સ્ટેમ્પનો અંત
આંગળીના નિશાન અને પાસપોર્ટની માહિતી સ્કેન કરીને મૂકી દે છે આ સિસ્ટમ હેઠળ પાસપોર્ટ પર સ્ટેમ્પની જરૂર જ નહીં રહે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુરોપિયન યુનિયને વિઝાને લગતા નિયમોમાં મોટા પાયે ફેરફાર કર્યા છે. હવે યુરોપના દેશોમાં જતા પ્રવાસીઓએ EES સિસ્ટમ અનુસરવી પડશે, જેમાં પાસપોર્ટ પર સ્ટેમ્પ નહીં મારવામાં આવે, પરંતુ આંગળીનાનિશાન અને ચહેરાનો ફોટો લેવામાં આવશે. આ નવી પદ્ધતિ ૧૦ એપ્રિલ, ૨૦૨૬થી ૨૯ દેશમાં સંપૂર્ણ પણે અમલમાં આવી ગઈ છે.

EES એટલે એન્ટ્રી/એક્ઝિટ સિસ્ટમ. આ એક ડિજિટલ સિસ્ટમ છે, જે શેંગેન વિઝા પર આવતા–જતા યુરોપિયન યુનિયનના ન હોય તેવા મુસાફરોની નોંધ રાખે છે. તે તમારો ચહેરો, આંગળીના નિશાન અનેપાસપોર્ટની માહિતી સ્કેન કરીને મૂકી દે છે. આ સિસ્ટમ હેઠળ પાસપોર્ટ પર સ્ટેમ્પની જરૂર જ નહીં રહે.
સિસ્ટમમાં ૩ વર્ષ સુધી સાચવી રાખવામાં આવશે
આ નિયમો ટૂંકા ગાળા માટે મુસાફરી કરતા બધા બિન યુરોપિયનનાગરિકો માટે છે. એટલે કે, ભારત અને અમેરિકા સહિત યુરોપિયન યુનિયનની બહારના લગભગ તમામ દેશનાનાગરિકોને આ નિયમ લાગુ પડે છે. યુરોપિયન યુનિયનના નાગરિકો, ત્યાંના કાયમી રહેવાસીઓ અને લાંબાગાળાના વિઝા ધારકોને તેમાંથી મુક્તિ મળે છે.
આયર્લેન્ડ અને સાયપ્રસ પણ આ સિસ્ટમનો ભાગ નથી.આ ૨૯દેશની મુલાકાત લેતી વખતે પ્રવાસીઓનો પાસપોર્ટ સ્કેન કરાશે, ડિજિટલ ફોટો લેવાશે અને બધી ૧૦આંગળીના નિશાન પણ લેવાશે. ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આંગળીના નિશાન આપવાની જરૂર નથી, પરંતુ તેમનો ફોટો લેવાશે. કોઈ આ ડેટા આપવાનો ઇનકાર કરે, તો તેને યુરોપમાં પ્રવેશ નહીં મળે. પ્રવાસીઓની આ બાયોમેટ્રિક માહિતી સિસ્ટમમાં ૩ વર્ષ સુધી સાચવી રાખવામાં આવશે.
એક વાર નોંધણી થઈ ગયા પછીની મુલાકાતો વખતે પ્રવાસીએ ફક્ત આંગળીના નિશાન અથવા ચહેરો બતાવવાનો રહેશે. આ રીતે પ્રવાસીઓની મુસાફરી ઝડપી બની જશે. આ સિસ્ટમનું સંચાલન સંસ્થા કરે છે, જે યુરોપના ડેટા સુરક્ષા નિયમોનું પાલન કરે છે.
આ સિસ્ટમ ૧૨ ઓક્ટોબર, ૨૦૨૫થી તબક્કાવાર શરૂ કરાઈ હતી. યુરોપિયન કમિશનના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ૪.૫ કરોડથી વધુ આવાગમનની નોંધણી થઈ ચૂકી છે. આ સિસ્ટમને કારણે ૨૪,૦૦૦થી વધુલોકોને પ્રવેશ નકારવામાં આવ્યો છે અને ૬૦૦થી વધુ લોકોને સુરક્ષાની દૃષ્ટિએ જાેખમી ઠેરવવામાં આવ્યાછે.
તમે નજીકના ભવિષ્યમાં યુરોપ જવાના હોવ, તો તમારે લાંબી કતારોમાં ઊભા રહેવા માટે તૈયાર રહેવુંપડશે. એરપોર્ટ્સ કાઉન્સિલ ઈન્ટરનેશને ચેતવણી આપી છે કે, આ સિસ્ટમથી વ્યસ્ત સમયમાં ૩ કલાક સુધીનીકતાર લાગી શકે છે. તેમણે દાવો કર્યો છે કે, આ કારણસર ઇટાલીના પીસા એરપોર્ટ પર હાલમાં જ કેટલાકલોકોએ ૫ કલાક સુધી કતારમાં ઊભા રહેવું પડ્યું હતું.
હા, યુરોપિયન બોર્ડર એન્ડ કોસ્ટ ગાર્ડ એજન્સી ફ્રન્ટેક્સે ‘ટ્રાવેલ ટુ યુરોપ’ નામની એપ બનાવી છે, જેમાં તમેયુરોપ પહોંચતાના ૭૨ કલાક પહેલાં તમારો પાસપોર્ટ ડેટા અને ચહેરાનો ફોટો અપલોડ કરી શકો છો. હાલ આએપ ફક્ત સ્વીડન અને પોર્ટુગલમાં ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં તે બીજા દેશોમાં પણ ઉપલબ્ધ થઈ જશે. તેનો ઉપયોગ કરશો તો પણ પહેલી વખતની ફરજિયાત સરહદી તપાસમાંથી તો પસાર થવું જ પડશે.
EES પછી યુરોપિયન યુનિયન ‘યુરોપિયન ટ્રાવેલ ઇન્ફોર્મેશન એન્ડ ઓથોરાઇઝેશન સિસ્ટમ’ એટલે શરૂ કરશે. વર્ષ ૨૦૨૬ના અંતમાં શરૂ થનાર આ સિસ્ટમ હેઠળ વિઝા–મુક્ત દેશોના પ્રવાસીઓ (જેમકે બ્રિટિશ નાગરિકો)ને ૨૦ યુરોની ફી ભરીને ઓનલાઇન મંજૂરી લેવી પડશે. ૧૮ વર્ષથી ઓછા અને ૭૦ વર્ષથીવધુ ઉંમરના લોકોને ફીમાંથી મુક્તિ મળશે. EES & ETIAS બંને મળીને યુરોપની સરહદોને વધુ સુરક્ષિતબનાવશે.
યુરોપિયન દેશોમાં જતા મુસાફરો માટે કેટલાક સૂચન
– યુરોપની મુલાકાત પહેલીવાર લો, ત્યારે તપાસ માટે વધારાનો સમય લઈને જવું. ઓછામાં ઓછા ૩–૪ કલાકનીગણતરી રાખવી. – શક્ય હોય તો ‘ટ્રાવેલ ટુ યુરોપ’ એપનો ઉપયોગ કરો.- ડોવર બંદર, યુરો–ટનલ અનેયુરો–સ્ટાર જેવા સ્થળોએ ઈઈજી કિઓસ્ક લગાવાયા છે, ત્યાં સમયસર પહોંચો.
– તમારા બાળકોના દસ્તાવેજાે સાથે રાખો, ભલે તેમને આંગળીના નિશાન ન લેવાતા હોય.