નૌસેનાને મળશે ૬ અત્યાધુનિક સબમરીન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ભારતજર્મની વચ્ચે સૌથી મોટી ડિફેન્સ ડીલની તૈયારીઓ શરૂ

રાજનાથ સિંહ જર્મની પહોંચી મોટી ડિફેન્સ ડીલ કરશે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

વર્તમાન સમયમાં અત્યાધુનિક હથિયારોની તાતી જરૂરીયાતને ધ્યાને રાખીને ભારતજર્મની વચ્ચે સૌથી મોટીડિફેન્સ ડીલ થવાની છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ૨૧ એપ્રિલથી ૨૩ એપ્રિલ દરમિયાન જર્મનીનો પ્રવાસકરવાના છે, જ્યાં તેઓ નૌસેના માટે અત્યાધુનિક સબમરીન સહિત અનેક ડિફેન્સ ડીલ કરવાના છે.

ભારતજર્મની વચ્ચે સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સંરક્ષણ મંત્રીનો જર્મની પ્રવાસ નિર્ધારીતકરાયો છે. બર્લિનમાં યોજાનારી બેઠકમાં રાજનાથ સિંહ જર્મનીના સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિસ અને અન્યનેતાઓ સાથે ડિફેન્સ ડીલની વાતચીત કરશે, જેમાંડિફેન્સ ઈન્ડસ્ટ્રિયલ રોડમેપને અંતિમરૂપ આપશે.

ર્નિમલા સીતારમણે ફેબ્રુઆરી૨૦૧૯માં જર્મનીની મુલાકાત કરી

તેનોઅર્થ છે કે, ભારતજર્મની સાથે મળીને સૈન્ય હથિયારોનો વિકાસ અને ઉત્પાદન કરશે. બેઠકમાં બંને દેશોવચ્ચે સંરક્ષણ ભાગીદારી વધારવાનો, સેનાસેના વચ્ચે સંબંધ મજબૂત કરવાનો, સાઈબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડ્રોન જેવી નવી ટેકનોલોજી પર કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા થશે.

ઉપરાંત રાજનાથ સિંહ જર્મનીના સંરક્ષણ ઉદ્યોગના મોટા પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરશે. સંરક્ષણમંત્રાલયના જણાવ્યા મુજબ, બંને દેશોના સંરક્ષણ મંત્રીઓની ઉપસ્થિતિમાં અનેક ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષરથશે.

આમાં સંરક્ષણ ઉદ્યોગોમાં ભાગીદારી વધારવાનો રોડમેપ પણ સામેલ છે. ખાસ વાત છે કે, સાત વર્ષબાદ પહેલીવાર ભારતના કોઈ સંરક્ષણ મંત્રી જર્મની જઈ રહ્યા છે. પહેલા ર્નિમલા સીતારમણે ફેબ્રુઆરી૨૦૧૯માં જર્મનીની મુલાકાત કરી હતી.

ભારતજર્મની વચ્ચે અત્યાધુનિક ડીઝલઈલેક્ટ્રીક સબમરીન અંગે પણ ચર્ચા થવાની છે. વર્ષ ૨૦૨૩માંભારતની મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ (સ્ડ્ઢન્) અને જર્મનનીની થિસનકુપ મરીન સિસ્ટમ કંપનીવચ્ચે એક સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. ત્યારે સમજૂતીથી જોડાયેલ ટેકનોલોજીનું આદાનપ્રદાનકરવા અને સંરક્ષણ ઉદ્યોગમાં ભાગીદારી વધારવા માટે બંને દેશોના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે વિસ્તારપૂર્વક ચર્ચાથશે.

સબમરીનની ખાસિયતની વાત કરીએ તો સબમરી AI ટેકનોલોજીથી સજ્જ હોવાથી નૌસેનાનીતાકાતમાં વધુ વધારો થશે. જાે ડીલ ફાઈનલ થશે તો ભારત માટે અત્યાર સુધીની સૌથી મોટી સંરક્ષણડીલ હશે.

 AI ટેકનલોજીના કારણે સબમરીન પાણીની સપાટી પર આવ્યા વગર બેથી ત્રણ સપ્તાહ સુધીપાણીમાં રહી શકે છે. ખાસિતય દુશ્મનથી બચીને વ્યૂહાત્મક અભિયાનનો અંજામ આપી શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.