Last Updated on by Sampurna Samachar
બંનેએ કોર્ટમાં લિવ – ઇનમાં રહેવા અંગે કરાવ્યા દસ્તાવેજ
પતિ નશામાં તેણીની પર મારપીટ કરતો હોવાનો મહિલાનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
લગ્નજીવનમાં બે વ્યક્તિ વચ્ચે સમજણ , વિશ્વાસ અને પ્રેમ હોવો જરૂરી છે. પરંતુ જો કોઇ એક વ્યક્તિના વિશ્વાસઘાતથી લગ્નજીવન ખરાબ થઇ જતુ હોય છે. ત્યારે આવો કિસ્સો રાજસ્થાનના ચુરુમાંથી સામે આવ્યો છે. વાત કરીએ તો બે બાળકોની માતાને ત્રણ બાળકોના પિતા સાથે પ્રેમ થતાં તેણીની ભાગી ગઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સુત્રોથી મળતી માહિતી પ્રમાણે ચૂરુમાં બે બાળકોની માતા પતિ અને બાળકોને છોડી ગઇ છે. મહિલાનો આરોપ છે કે, તેનો પતિ તેની પર મારપીટ કરતો હતો. દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર નવો સાથી શોધ્યો જે ત્રણ બાળકોનો પિતા છે. જ્યાં પ્રેમ થતાં તે પતિને છોડી પોતાના પ્રેમી સાથે લિવ ઈનમાં રહેવા આવી ગઈ હતી.
બંનેને જાનથી મારી નાખવાની ધમકી
ચૂરુના બીદાસર વિસ્તારમાં ઘિંટિયાલની રહેવાસી ૨૫ વર્ષની સુરજ્ઞાનના લગ્ન નવ વર્ષ પહેલા ઝુંઝુનૂ જિલ્લાના નાંદ ગામમાં થયા હતા. લગ્ન બાદ તેને બે બાળકો પણ થયા. સુરજ્ઞાનનો આરોપ છે કે તેનો પતિ દારુડીયો છે. તે વારંવાર તેની સાથે મારપીટ કરતો હતો. તેના જ્યારે લગ્ન થયા તો પતિએ તેના પરિવારને ૩ લાખ રુપિયા આપ્યા હતા. તે વારંવાર તે રુપિયા પાછા માગતો હતો. તેને લઈને દરરોજ હેરાન કરો. તેથી તેને પતિ પ્રત્યે નફરત થઈ ગઈ.
સુરજ્ઞાને જણાવ્યું કે, ૨ વર્ષ પહેલા તેની મુલાકાત ઈન્સ્ટાગ્રામ પર ધન્ને સિંહ નામના શખ્સ સાથે થઈ હતી. ધન્ને સિંહ સાંડવાનો રહેવાસી છે અને તેના સંબંધમાં પણ થતો હતો. તે તેની ભાભીનો ભાઈ છે. તે પણ પરણેલો છે. તેને ત્રણ બાળકો છે. પણ તેને ધન્ને સિંહ સાથે વાતો થતી. ધન્ને સિંહ ટ્રક ડ્રાઈવર છે. તેનું સાસરિયું બીકાનેર જિલ્લાના કેઉ ગામમાં છે. તેની પત્ની તેની સાથે જ રહે છે.
સુરજ્ઞાનના જણાવ્યા અનુસાર, તેણે ધન્ને સિંહને પોતાના મનની વાત જણાવી તો ખુશ થઈ ગયો. તે પોતાની સાથે રાખવા માટે તૈયાર થઈ ગયો. તે તેને પ્રેમ પણ કરતો હતો. આ વાતને લઈને સુરજ્ઞાને પોતાની ભાભીને વાત કરી. પણ બાદમાં તેનો ખુલાસો આખા પરિવાર સામે આવી ગયો. તેની જાણ થતાં સુરજ્ઞાનના સાસરિયાવાળાએ તેની સાથે મારપીટ શરુ કરી. તેનાથી ગુસ્સે થયેલી સુરજ્ઞાને પોતાના બંને બાળકોને સાસરિયામાં મૂકીને પિયરમાં આવી ગઈ. અહીંથી તે ધન્ને સિંહ પાસે જતી રહી. ત્યાંથી બંને કોર્ટમાં જઈને લિવ ઈન રિલેશનના દસ્તાવેજ બનાવી લીધા.
તેની જાણ થતાં જ સુરજ્ઞાન અને ધન્ને સિંહના પરિવારમાં હોબાળો થઈ ગયો. બંને તરફથી બંનેને જાનથી મારી નાખવાની ધમકી મળવા લાગી. પણ આ કપલનું કહેવું છે કે, બંને સાથે રહેવા માગે છે. પણ પરિવારના લોકો તેમના દુશ્મન બની ગયા છે. તેમને સુરક્ષા જોઈએ છે. એટલા માટે તેઓ સુરક્ષા માવા હવે પોલીસ પાસે પહોંચ્યા છે. સુરજ્ઞાનનું કહેવું છે કે, સાસરિયાના લોકો તેને તલવારથી કાપી નાખવાની વાતો કરે છે, જ્યારે ધન્ને સિંહની પત્નીને કોઈ વાંધો નથી, પણ તેના પરિવારના લોકો દુશ્મન બની ગયા છે.