Last Updated on by Sampurna Samachar
જાેતાં જ ખુશ થઈ ગયા ઇટાલીના PM
યુઝર્સ તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીની મુલાકાતે હતા. જ્યાં રાજધાની રોમમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેમની મુલાકાત દરમિયાન PM મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મેલોડી ટોફી ચોકલેટનું પેકેટ ગિફ્ટ કર્યું હતું.

મેલોનીએ પોતે PM મોદી તરફથી મળેલી આ ખાસ ભેટ અંગે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેમણે ગિફ્ટ માટે PM મોદીનો આભાર માન્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે યુઝર્સ તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ મળી રહી છે.
ભારત અને ઇટાલી વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત બનાવશુ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમની મુલાકાતની ક્ષણો શેર કરતા, PM મોદીએ કહ્યું કે, રોમ પહોંચ્યા પછી, મને વડાપ્રધાન મેલોની સાથે રાત્રિભોજન માટે જોડાવાની તક મળી, ત્યારબાદ અમે પ્રતિષ્ઠિત કોલોસીયમની મુલાકાત લીધી. અમે વિવિધ વિષયો પર વિચારોનું આદાનપ્રદાન કર્યું. જ્યાં અમે ભારત અને ઇટાલી વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત બનાવવાની રીતો પર અમારી વાતચીત ચાલુ રાખીશું.
બીજી એક પોસ્ટમાં ભારતીય વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરતા મેલોનીએ લખ્યું છે કે, રોમમાં આપનું સ્વાગત છે, મારા મિત્ર! તેમણે ઐતિહાસિક કોલોસિયમ ખાતે તેમના ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા, જેમાં મુલાકાત દરમિયાન તેમની અનૌપચારિક વાતચીતનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન મોદીની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધો વેગ પકડી રહ્યા છે. બંને દેશો વચ્ચે સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના ૨૦૨૫-૨૦૨૯ ને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે, જે મુખ્ય ક્ષેત્રોમાં સહયોગની રૂપરેખા આપે છે.