Last Updated on by Sampurna Samachar
રસ્તા પર ગાડી પાર્ક કરાવીને બે મહિલાઓએ રોકી દીધી
બંને ઇજાગ્રસ્ત મહિલાઓને હોસ્પિટલમાં ખસેડાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડાની એક સોસાયટીમાં ગાડી અથડાયા બાદ મારપીટની એક ઘટના સામે આવી છે. જ્યાં એક ગાડીએ પાછળથી બીજી ગાડીને ટક્કર મારી હતી, ત્યારબાદ એક પક્ષની મહિલાએ બીજી મહિલાના ફ્લેટમાં પહોંચી અને તેની દીકરી તેમજ મહિલા સાથે મારપીટ કરી હતી., જેનાથી બંને ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ, મારપીટ દાદરીથી ભાજપ ધારાસભ્ય તેજપાલ નાગરની દીકરી પ્રિયંકા ભાટી અને તેમની મહિલા સાથી દ્વારા કરવામાં આવી હતી. હાલ, આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહતી મુજબ, આ આખી ઘટના સૂરજપૂર પોલીસ સ્ટેશન વિસ્તારના પૂર્વાંચલ હાઇટ સોસાયટીનો છે. અતુલ કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, મારી પત્ની અને દીકરી પાસેના માર્કેટમાં ગાડીથી ગઈ હતી. જ્યારે તે સોસાયટી તરફ આવવા લાગી તો તેમને રસ્તા પર ગાડી પાર્ક કરાવીને બે મહિલાઓએ રોકી દીધી.
પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
આ દરમિયાન મહિલાઓએ જણાવ્યું કે, તેમની ગાડીને ટક્કર મારવામાં આવી હતી. જોકે, જ્યારે મારી દીકરી અને પત્ની ઘરે આવ્યા તો થોડીવાર બાદ ત્રણ મહિલાઓ જબરદસ્તી મારા ઘરમાં ઘૂસી ગયા અને બંનેને મારવાનું શરૂ કરી દીધું. જેનાથી બંને ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ મહિલાઓ ઘટનાસ્થળેથી ભાગી ગઈ.
જણાવવામાં આવી રહ્યું છે કે, મારપીટ કરનારી પ્રિયંકા ભાટીના પિતા દાદરી ધારાસભ્ય તેજપાલ નાગર છે. તેમની સાથે બીજી અન્ય મહિલા પણ હાજર હતી. જોકે, આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ઈજાગ્રસ્તોની મેડિકલ તપાસ બાદ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.