દેશમાં મેન્યુફેકચરિંગ ગ્રોથ ટોચ પર જોવા મળ્યો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

વૈશ્વિક પડકારો વચ્ચે આંતરરાષ્ટ્રીય ઓર્ડરમાં નોંધનીય વધારો

PMI એપ્રિલમાં વધી ૫૮.૨ થયો

(સંપૂર્ણ સમાચાર સેવા)

દેશમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વેગવાન બની છે. વૈશ્વિક પડકારો વચ્ચે મજબૂત ઓર્ડર બુક નોંધાતાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ એપ્રિલમાં ૧૦ માસની ટોચે નોંધાયો છે.  જૂન, ૨૦૨૪ બાદ ઉત્પાદનમાં આટલો મોટો વધારો જોવા મળ્યો છે.

HSBC ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પર્ચેજિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) એપ્રિલમાં વધી ૫૮.૨ થયો છે. જે માર્ચમાં ૫૮.૧ હતો. છેલ્લા દર મહિનાથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. ૫૦ થી વધુ PMI ઔદ્યોગિક ગિતિવિધિઓનું વિસ્તરણ દર્શાવે છે, જ્યારે ૫૦થી નીચે સંકોચન દર્શાવે છે.

છેલ્લા ૧૪ વર્ષની ટોચે જોવા મળી વૃદ્ધિ

ઔદ્યોગિક ગતિવિધિઓમાં ઉત્પાદન વધવા પાછળનું કારણ નવા ઓર્ડરમાં વૃદ્ધિ છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને માગને ટેકો આપે છે. સર્વે અનુસાર, વૈશ્વિક સ્તરે અનેક પડકારો વચ્ચે આંતરરાષ્ટ્રીય ઓર્ડરમાં નોંધનીય વધારો જોવા મળ્યો છે. કુલ વેચાણમાં આંતરરાષ્ટ્રીય ઓર્ડરમાં વૃદ્ધિ છેલ્લા ૧૪ વર્ષની ટોચે છે. આ માંગ મુખ્ય રૂપે આફ્રિકા, એશિયા, યુરોપ, મધ્ય પૂર્વ અને અમેરિકામાંથી જોવા મળી છે.

HSBC ના ચીફ ઈકોનોમિસ્ટ પ્રાંજુલ ભંડારીએ જણાવ્યું હતું કે, એપ્રિલમાં નવા નિકાસ ઓર્ડરમાં ઉલ્લેખનીય વૃદ્ધિ ભારતની ઔદ્યોગિક ગતિવિધિઓ વિશ્વના ઉભરતા બિઝનેસ લેન્ડસ્કેપ અને ટેરિફની જાહેરાતને અનુકૂળ જણાય છે. આ સકારાત્મક પ્રવૃત્તિઓની સાથે રોજગાર અને કામગીરીમાં ઉલ્લેખનીય વૃદ્ધિ નોંધાઈ છે.

ભાવના મોરચે, ભારતીય પ્રોડક્ટ્સની મજબૂત માંગથી કંપનીઓની મૂલ્ય નિર્ધારણ શક્તિ વધી છે. જેથી વેચાણનો આંકડો ઓક્ટોબર, ૨૦૧૩ બાદથી સૌથી વધુ નોંધાયો છે. કાચા માલના ખર્ચમાં વૃદ્ધિની સાથે મૂલ્ય નિર્ધારણ શક્તિ વધતાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની આવક વધી છે. એપ્રિલમાં મજબૂત આંકડાઓને ધ્યાનમાં લેતાં આગામી સમયમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ વધવાની અપેક્ષા છે. જે IIP  ને વેગ આપશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.