Last Updated on by Sampurna Samachar
શિક્ષણ મંત્રી દાદા ભુસે દ્વારા શાળા માટે જાહેરાત કરાઇ
ર્નિણયથી સ્કુલના બાળકોના પરિજનોએ નારાજગી દર્શાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં હવે વિદ્યાર્થીઓને દેશભક્તિ , અનુશાસન , વ્યાયામ વિશે માહિતગાર કરવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે શિક્ષણ મંત્રી ભૂસેએ જણાવ્યુ કે આ પહેલથી વિદ્યાર્થીઓને સૈન્યના અનુશાસન, વ્યાયામ અને રાષ્ટ્રસેવાની ભાવના સાથે જોડાશે. પ્રશિક્ષણ માટે સેવાનિવૃત્ત સૈનિકોની સેવા લેવાશે જેથી બાળકોને યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા મળી શકે.દેશના નાના બાળકોની દેશભક્તિ, શારીરિક વ્યાયામનું મહત્વ અને અનુશાસનમાં કેવી રીતે રહેવુ તેનાથી વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરાશે.
મંત્રી ભૂસેએ આગળ કહ્યુ કે , ધોરણ-૧ થી જ શિક્ષણની સાથે સાથે સૈન્ય જેવી ટ્રેનિંગ મળે તેવો ર્નિણય લેવામાં આવ્યો છે. જેનાથી દેશના નાના બાળકોની દેશભક્તિ, શારીરિક વ્યાયામનું મહત્વ અને અનુશાસનમાં કેવી રીતે રહેવુ તેનાથી વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરાશે. આ મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રસ્તાવને સકારાત્મક પ્રતિક્રિયા આપી છે.
બાળકોમાં દેશભકિત જગાવવાનો તે ઉદ્દેશ
શિવસેનાના મંત્રીએ કહ્યુ કે આ પ્રસ્તાવ લાગુ કરવા માટે શિક્ષકોને અલગથી ટ્રેનિંગ અપાશે, રમત ગમત ક્ષેત્રના પીટી ટીચરોને અલગથી ટ્રેનિંગ અપાશે., સ્કાઉટ અને ગાઇડ સાથે ૨.૫ લાખ પૂર્વ સૈનિકોની મદદ લેવામાં આવશે. મામલે પુરો સહયોગ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યુ છે. ત્યારે મહારાષ્ટ્ર દેશનું એવુ પહેલુ રાજ્ય છે જ્યાં આ રીતે પ્રાથમિક રીતે શિક્ષણની સાથે સાથે મિલીટ્રી ટ્રેનિંગ આપવામાં આવશે. આગામી સમયમાં આ યોજનાનું એક મોડલ તૈયાર કરાશે. જેનાથી બીજા રાજ્યોને પણ પ્રેરણા મળે.
રાજ્ય સરકારના આ ર્નિણયથી સ્કુલના બાળકોના પરિજનોએ નારાજગી દર્શાવી છે. કેટલાક માતા-પિતાનું કહેવુ છે કે અમે અમારા બાળકોને સૈન્યમાં જોડાવા નથી માંગતા અમારા બાળકોને શિક્ષણ મળે એજ બહુ છે. નાના બાળકોને આ રીતની આકરી ટ્રેનિંગ આપવાથી તેમના પર દબાણ આવશે. આ તમામ વાત પર મંત્રીએ કહ્યુ કે માતા-પિતા બાળકોના ભવિષ્યને લઇને ચિંતા કરે તે સહજ છે આ કોઇ એવી મુશ્કેલ ટ્રેનીંગ નથી. જે બાળકો પર થોપવામાં આવે. આનો ઉદ્દેશ્ય ફક્ત બાળકોમાં રહેલી દેશભકિત જગાવવાનો જ છે.