Last Updated on by Sampurna Samachar
બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો
ઢાકા સહિતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ પંપો પર ૧૨–૧૨ કલાક લાંબી લાઈનો લાગી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં સ્થિતિ બેકાબૂ બની રહી છે. હોર્મુઝની ખાડીમાં ચાલી રહેલા સંઘર્ષને કારણેતેલનો પુરવઠો ખોરવાતા ૧૭ કરોડની વસ્તી ધરાવતો આ દેશ અંધકાર તરફ ધકેલાઈ રહ્યો છે. ઢાકા સહિતનામુખ્ય શહેરોમાં પેટ્રોલ પંપો પર ૧૨–૧૨ કલાક લાંબી લાઈનો લાગી રહી છે.

બાંગ્લાદેશ તેની તેલ અને ગેસનીજરૂરિયાત માટે ૯૫% આયાત પર ર્નિભર છે, જે મુખ્યત્વે મિડલ ઈસ્ટથી આવે છે. હોર્મુઝ શિપિંગ રૂટ બંધ થતાંબાંગ્લાદેશમાં ઈંધણની ભારે અછત સર્જાઈ છે. સરકાર દ્વારા ડિઝલના ભાવમાં ૧૫% નો વધારો કરવા છતાંસ્થિતિ સુધરી રહી નથી.
બાંગ્લાદેશમાં રોજનો ૫ થી ૮ કલાકનો પાવર કટ
બાંગ્લાદેશના મોબાઈલ ટેલિકોમ ઓપરેટર્સના સંગઠન (છસ્ર્ંમ્) એ ચેતવણી આપી છે કે જાે તાત્કાલિકડિઝલ નહીં મળે તો આખું નેટવર્ક ઠપ થઈ જશે. વીજળી કાપ દરમિયાન નેટવર્ક ટાવર અને ડેટા સેન્ટર્સચલાવવા માટે ડિઝલ જનરેટરનો ઉપયોગ થાય છે. એક ડેટા સેન્ટર દર કલાકે ૫૦૦ થી ૬૦૦ લીટર ડિઝલ વાપરેછે. અત્યારે બાંગ્લાદેશમાં રોજનો ૫ થી ૮ કલાકનો પાવર કટ ચાલી રહ્યો છે.
ડેટા સેન્ટર્સ બંધ થશે તો તેની સાંકળ જેવી અસર આખા દેશ પર પડશે. મોબાઈલ ફાઈનાન્શિયલ સર્વિસ(સ્હ્લજી) અને જીસ્જી બેન્કિંગ સંપૂર્ણ બંધ થઈ શકે છે. બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાતાગાર્મેન્ટ સેક્ટરમાં ઉત્પાદન પહેલા જ ૩૦% ઘટી ગયું છે. કૉલિંગ અને ડેટા સુવિધા બંધ થવાથી ૧૭ કરોડલોકોનો સંપર્ક દુનિયાથી તૂટી જશે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં ચાલેલી વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ હોર્મુઝમાં તણાવ ચરમસીમાપર છે. જ્યાં સુધી આ રૂટ પર જહાજાેની અવરજવર સામાન્ય નહીં થાય, ત્યાં સુધી બાંગ્લાદેશ જેવા દેશો માટેઆ સંકટ ટળવું અશક્ય જણાય છે. બાંગ્લાદેશની સ્થિતિ એ વાતનો પુરાવો છે કે આજના યુગમાં કોઈ એકખૂણે ચાલતું યુદ્ધ કેવી રીતે બીજા દેશના ઈન્ટરનેટ અને રોજીંદા જીવનને ઠપ કરી શકે છે.