ઈરાક અને ઓમાનનો નવો પ્લાન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ઈરાનનો ખેલ ખતમ કરવા ખાડી દેશોએ શોધી કાઢ્યો નવો રસ્તો

સાઉદી અરેબિયા, યુએઈ અને ઈરાક જેવા દેશોએ હવેપોર્ટ ટુ પાઈપલાઈનમિશન તેજ કર્યું છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ફેબ્રુઆરી ૨૦૨૬ માં જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાની અણીપર આવ્યું, ત્યારે વિશ્વના તેલ બજારમાં હાહાકાર મચી ગયો હતો. દરરોજ કરોડ બેરલ તેલ જ્યાંથી પસારથાય છે તે રસ્તો જોખમમાં આવતા સાઉદી અરેબિયા, યુએઈ અને ઈરાક જેવા દેશોએ હવેપોર્ટ ટુપાઈપલાઈનમિશન તેજ કર્યું છે.

સાઉદી અરેબિયાએ તેની સૌથી મહત્વની પેટ્રોલાઈનને ફૂલ સ્પીડ પર ચલાવવાનો ર્નિણય લીધો છે. પાઈપલાઈન તેલને અબકાઈક (પૂર્વી ક્ષેત્ર) થી સીધું યંબુ પોર્ટ (લાલ સમુદ્ર) સુધી પહોંચાડે છે. આની ક્ષમતા ૭૦લાખ બેરલ પ્રતિ દિન છે. અગાઉ અહીંથી માત્ર ૧૭ લાખ બેરલ મોકલાતું હતું, જે માર્ચ ૨૦૨૬ માં વધારીને ૫૯લાખ બેરલ કરી દેવાયું છે. આનાથી તેલ હોર્મુઝની જરૂરિયાત વગર યુરોપ અને એશિયા પહોંચી શકશે.

ઈરાન સાથેના સીધા ટકરાવની શક્યતા ઘટી જાય

સંયુક્ત આરબ અમીરાતે પણ હોર્મુઝના રસ્તાને બાયપાસ કરવા માટે તૈયારી કરી લીધી છે. ૩૮૦ કિમી લાંબી પાઈપલાઈન હબશાન તેલ ક્ષેત્રને સીધું ફુજૈરા પોર્ટ સાથે જોડે છે, જે ઓમાનની ખાડીની બહાર અરબ સાગરમાં સ્થિત છે. ફુજૈરા પોર્ટથી તેલ સીધું હિંદ મહાસાગરમાં જાય છે, જેનાથી ઈરાન સાથેના સીધા ટકરાવની શક્યતા ઘટી જાય છે.

ઈરાક તેની કિર્કુકસેયહાન પાઈપલાઈન દ્વારા તુર્કી થઈને તેલ નિકાસ કરી રહ્યું છે. સાથે ઈરાક હવે સાઉદી અરેબિયા અને જોર્ડન થઈને લાલ સમુદ્ર સુધી જતી જૂની પાઈપલાઈનોને ફરી શરૂ કરવા પરવિચાર કરી રહ્યું છે. ઓમાનનું દુકમ પોર્ટ હવે વૈકલ્પિક તેલ હબ બની રહ્યું છે. સાઉદી અને યુએઈ અહીં સુધી૧૦ અબજ ડોલરના ખર્ચે નવી પાઈપલાઈન બનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે.

હોર્મુઝ પર ઈરાનનું નિયંત્રણ છે, જે કોઈપણ સમયે યુદ્ધની સ્થિતિમાં રસ્તો બ્લોક કરી શકે છે.  જો  પાઈપલાઈન મારફતે તેલ સપ્લાય ચાલુ રહે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ અચાનક આસમાન પરનહીં પહોંચે. અત્યારે પાઈપલાઈન માત્ર ૨૦૩૦% તેલ બચાવી રહી છે, પરંતુ આગામી વર્ષોમાં નેટવર્કઘણું મજબૂત બનશે. આરબ દેશોનો પાઈપલાઈન પ્લાન સ્પષ્ટ સંકેત આપે છે કે, હવે તેઓ ઈંધણનીસપ્લાય માટે કોઈ એક દરિયાઈ માર્ગ પર ર્નિભર રહેવા માંગતા નથી. આનાથી ભારત જેવા તેલ આયાતકારદેશોને પણ મોટી રાહત મળી શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.