Last Updated on by Sampurna Samachar
જો તેના બંદરો પર જોખમ આવ્યું તો તેના વિસ્તારમાં વ્યાપક પરિણામ આવશે
ઈરાની બંદરોની સુરક્ષા જોખમાઈ તો ફારસની ખાડી કે ઓમાનની ખાડીમાં કોઈ પણ બંદર સુરક્ષિત રહેશે નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાવાની જગ્યાએ માહોલ વધુ ગરમાઈ રહ્યો છે. એકબીજાને ધમકીઓ અપાઈ રહી છે. અમેરિકાએ હોર્મુઝની નાકાબંધીની ધમકી આપી તો ઈરાને પણ વળતો પ્રહાર કર્યો છે. ઈરાને કહી દીધુ છે કે જો તેના બંદરો પર જોખમ આવ્યું તો તો તેના વિસ્તારમાં વ્યાપક પરિણામ આવશે. ઈરાનની આ ચેતવણીઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હોર્મુઝ નાકાબંધીની ધમકી બાદ આવી છે.

ખતમ અલ અનબિયા કેન્દ્રીય મુખ્યાલયના પ્રવક્તાએ મેહર સમાચાર એજન્સીને જણાવ્યું કે વિસ્તારમાંદરિયાઈ સુરક્ષાની જવાબદારી સામૂહિક જવાબદારી હોવી જોઈએ. તેમણે કહ્યું કે ઈરાની બંદરોને ટાર્ગેટકરવાના કોઈ પણ પગલાંની અસર પાડોશી દેશો ઉપર પણ પડશે. પ્રવક્તાએ વધુમાં ચેતવણી આપી કે જો ઈરાની બંદરોની સુરક્ષા જાેખમાઈ તો ફારસની ખાડી કે ઓમાનની ખાડીમાં કોઈ પણ બંદર સુરક્ષિત રહેશે નહીં.
સુરક્ષિત મુસાફરી કરવા મળશે નહીં
અત્રે જણાવવાનું કે ઈરાનની આ ચેતવણી એવા સમયે આવી છે કે જ્યારે અમેરિકાની સેનાએ સોમવારે ઈરાનીબંદરો અને સમુદ્રી વિસ્તારોની નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. આ પગલું બે સપ્તાહના યુદ્ધવિરામનીજાહેરાત બાદ લેવાયું છે. જો કે ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા નિષ્ફળ જતા પરિસ્થિતિ વકરે તેવો અંદેશો હતો.
અમેરિકાની કેન્દ્રીય કમાનએ કહ્યું કે નાકાબંધી સોમવારે સવારે ૧૦ વાગ્યા(ઈરાનના સમય મુજબસાંજે ૫.૩૦ વાગ્યાથી)થી લાગૂ થશે. જે તમામ જહાજો માટે નિષ્પક્ષ રીતે લાગૂ કરાશે. જેમાં અરબ સાગર અનેઓમાનની ખાડીના તમામ ઈરાની બંદરો સામેલ છે. જો કે કમાને એ પણ સ્પષ્ટ કર્યું કે બિન ઈરાની બંદરો વચ્ચે મુસાફરી કરતા જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા દેવાશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે અમેરિકી સેના કોઈ પણ જહાજ જેઆંતરરાષ્ટ્રીય જળવિસ્તારમાં ઈરાનને ગેરકાયદેસર ટોલ ચૂકવતું જણાશે તેને રોકશે. ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યુંકે જે કોઈ ગેરકાયદેસર રીતે ટોલ ચૂકવશે તેને ખુલ્લા દરિયામાં સુરક્ષિત મુસાફરી કરવા મળશે નહીં.
ટ્ર્મ્પે વધું કહ્યું કે કોઈ પણ ઈરાની જે અમારા ઉપર કે શાંતિપૂર્ણ જહાજાે પર ફાયરિંગ કરશે તેને નરકમાં મોકલી દેવાશે. આ દરમિયાન તેમણે એવી પણ જાહેરાત કરી કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં બીછાવેલી બારૂદી સુરંગોની પણઅમેરિકી સેના સફાઈ કરવા માંડશે.