Last Updated on by Sampurna Samachar
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તરપ્રદેશને મોટી ભેટ
દેશના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટના નિર્માણને મંજુરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાજેતરમાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર પ્રદેશના જેવરને મોટી ભેટ મળી છે. કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં ર્નિણયોની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટના નિર્માણના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ યુનિટ યુપીના જેવરમાં બનાવવામાં આવશે.
યુપીના જેવર (Jewar) માં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું બાંધકામ અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળે છે. જેવર નજીક એક ફિલ્મ સિટી પણ બનાવવામાં આવી રહી છે. હવે જેવરમાં દેશના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટના નિર્માણ સાથે, આસપાસના વિસ્તારોનો વિકાસ ઝડપથી વધશે.
લગભગ ૩૭૦૬ કરોડ રૂપિયાનો ખર્ચ થશે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં પાંચ સેમિકન્ડક્ટર યુનિટ બનાવવામાં આવ્યા છે. હવે છઠ્ઠું યુનિટ યુપીના જેવરમાં બનાવવામાં આવશે. આ HCL અને ફોક્સકોન કંપનીનું સંયુક્ત એકમ છે. ડિસ્પ્લે ચલાવતી ચિપ અહીં બનાવવામાં આવશે. આ યુનિટના નિર્માણમાં લગભગ ૩૭૦૬ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ઉત્તર પ્રદેશમાં HCL -ફોક્સકોન સંયુક્ત સાહસ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે મંજૂરી આપવામાં આવી. આના પર ૩,૭૦૬ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જેવરમાં ભારતના છઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી છે. અત્યાર સુધીમાં, ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ ૫ સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી છે અને ત્યાં બાંધકામનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ વર્ષે એક યુનિટમાં ઉત્પાદન શરૂ થશે. આ શ્રેણીમાં બીજું સુપર-એડવાન્સ્ડ યુનિટ છે. તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ છે.
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ મંત્રીએ જણાવ્યું હતું કે જેવરમાં સ્થાપિત થનારી આ છઠ્ઠી એકમ બે હજાર લોકોને રોજગારી પૂરી પાડશે. આ યુનિટ દર મહિને ૩.૬ કરોડ ચિપ્સનું ઉત્પાદન કરશે. વિદ્યાર્થી દ્વારા ડિઝાઇન કરાયેલ ચિપમાંથી વીસ ચિપ્સ બનાવવામાં આવશે.