Last Updated on by Sampurna Samachar
UN ના અર્થશાસ્ત્રીઓએ આપી ભારે ચેતવણી
ક્રુડનો ભાવ દરેક વસ્તુને અસર કરે છે , શાંતનુ મુખર્જીએ કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન અને અમેરિકાનુ યુદ્ધ દુનિયાભરમાં મુશ્કેલી વધારશે તેવા અણસાર આવી રહ્યા છે. જે વૈશ્વિક સપ્લાયને ઊંડી અસર થઈ છે. એવામાં યૂનાઈટેડ નેશન્સના અર્થશાસ્ત્રીઓએ આખી દુનિયાને ચેતવી છે કે, ઈરાન યુદ્ધના કારણે બધી અર્થવ્યવસ્થાઓ ખોરવાઈ જશે. મોંઘવારી પણ વધશે અને કોરોના મહામારીથી હજુ સુધી જે પણ ગ્રોથ થઈ છે, તેના પર પાણી ફરી વળશે.

સંયુક્ત રાષ્ટ્રના અર્થશાસ્ત્રીઓએ ગ્લોબલ GDP ને લઈને નવી ચેતવણી જારી કરી કહ્યું છે કે, મિડલ ઈસ્ટમાં જારી સંકટ અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતોથી મોંઘવારી વધશે અને ગ્લોબલ ઈકોનોમી પર અસર થશે. માહિતી પ્રમાણે, વર્ષ ૨૦૨૬માં ગ્લોબલ ઈકોનોમીનો વિકાસ દર ૨.૫ ટકા રહેવાનો અંદાજ છે. તેના પહેલા જાન્યુઆરીમાં ૨.૭ ટકા વિકાસ દરનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. જો સ્થિતિ વધારે ખરાબ થઈ તો આ વિકાસ દર ૨.૧ ટકાની આસપાસ પણ જઈ શકે છે.
મોંઘવારી ૨૦૨૬ સુધીમાં ૨.૬% થી વધીને ૨.૯% થઈ શકે
૧૦૦ વર્ષની સૌથી સુસ્ત ગતિ- UN ના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સનાં ડિરેક્ટર શાંતનુ મુખર્જીએ જણાવ્યું હતું કે, આ એક સદી એટલે કે ૧૦૦ વર્ષમાં સૌથી ધીમો વિકાસ દર હશે. આવું તો કોવિડ-૧૯ મહામારી અને ૨૦૦૮ની આર્થિક મહામંદી વખતે પણ થયુ નથી. તેમણે અંદાજ લગાવ્યો કે, ઈરાન સંકટના કારણે ગ્લોબલ મોંઘવારી આ વર્ષે ૩.૯ ટકા સુધી પહોંચી જશે, જે જાન્યુઆરીમાં લગાવવામાં આવેલા અંદાજ ૦.૮૦ ટકાથી વધારે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક હોવાથી દુનિયાના તમામ દેશોને ક્રૂડ, પ્રાકૃતિક ગેસ, ફર્ટિલાઈઝર્સ તેમજ અન્ય પેટ્રો ઉત્પાદનોની સપ્લાય પર અસર પડી રહી છે.
દરેક વસ્તુને અસર કરે છે ક્રૂડ- મુખર્જીએ કહ્યું કે, ક્રૂડ એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઉત્પાદનને અસર કરે છે. ક્રૂડ ઓઇલ મોંઘુ થવાથી રિફાઇનરીનો ખર્ચ વધશે અને ઔદ્યોગિક ઉત્પાદન તેમજ કોમર્શિયલ પરિવહન ધીમું થશે. આનાથી વિશ્વભરના મોટાભાગના દેશોમાં મોંઘવારી વધશે.
ધનવાન અને વિકસિત દેશોમાં મોંઘવારી ૨૦૨૬ સુધીમાં ૨.૬% થી વધીને ૨.૯% થઈ શકે છે, જ્યારે વિકાસશીલ દેશોમાં તે ૪.૨% થી વધીને ૫.૨% થઈ શકે છે. મોંઘું ઇંધણ માત્ર પરિવહન ખર્ચમાં જ નહીં વધારે, પરંતુ કમાણી પર પણ અસર કરશે.