Last Updated on by Sampurna Samachar
જગદગુરુ રામભદ્રાચાર્યએ આશ્રમની મુલાકાત બદલ આપી દીક્ષા
મધ્યપ્રદેશમાં આ પ્રથમ મશીન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ચિત્રકૂટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે જગદગુરુ રામભદ્રાચાર્યની સાથે મુલાકાત કરવાની સાથે સદગુરુ આંખની હોસ્પિટલમાં સિમ્યુલેટર મશીનનું ઉદઘાટન કર્યું હતું. જગદગુરુ રામભદ્રાચાર્યએ આશ્રમની મુલાકાત બદલ સેના પ્રમુખને દીક્ષા આપી હતી, જ્યારે જગદગુરુએ દીક્ષાના બદલે POK માંગ્યું છે. તેમણે કહ્યું કે, ‘ મેં સેના પ્રમુખ પાસે દક્ષિણમાં પાક અધિકૃત કાશ્મીર એટલે કે POK ની માંગ કરી છે.
સેના પ્રમુખની મુલાકાત વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે, ‘ મેં તેમને રામ મંત્રથી એ જ દીક્ષા આપી હતી જે ભગવાન હનુમાનને માતા સીતા પાસેથી મળી હતી અને પછી લંકા પર વિજય મેળવ્યો હતો. મેં તેમની પાસેથી દક્ષિણા માંગી છે કે મને POK પાછું જોઈએ.’ સદગુરુ સેવા કેન્દ્રના એક સભ્ય માહિતી આપી છે કે, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને સદગુરુએ આંખની હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા.
ભારતમાં આવી માત્ર ચાર કે પાંચ જ મશીનો
જગદગુરુ અને સેના પ્રમુખે તબીબી તાલીમ માટે વપરાતું સિમ્યુલેટર મશીન જોયું હતું. તેમણે મશીનનું ઉદઘાટન કર્યું હતું. આખા ભારતમાં આવી માત્ર ચાર કે પાંચ જ મશીનો છે, જ્યારે મધ્યપ્રદેશમાં આ પ્રથમ મશીન છે.