Last Updated on by Sampurna Samachar
પહલગામ આતંકવાદી હુમલાની વરસી પર પીએમ મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી
જમ્મુ–કાશ્મીરના પહલગામ આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ થયું : વરસી પૂર્વે કાશ્મીરમાં સુરક્ષા સઘન કરવામાંઆવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ–કાશ્મીરના પહલગામ આતંકી હુમલાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ વરસી પૂર્વે કાશ્મીરમાં સુરક્ષાસઘન કરવામાં આવી છે. ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ શ્રીનગરથી ૯૫ કિમી દૂર બૈસરન ખીણમાં આતંકીઓએ ૨૬નિર્દોષ લોકોની હત્યા કરી હતી, ત્યારથી આ ખીણ પ્રવાસીઓ માટે બંધ છે.

પહલગામમાં થયેલા ભયાનકઆતંકવાદી હુમલાના બરાબર એક વર્ષ પછી, રાષ્ટ્ર આ દુર્ઘટનામાં માર્યા ગયેલા નિર્દોષ જીવોને હૃદયપૂર્વકશ્રદ્ધાંજલિ આપે છે. આ પ્રસંગે, પીએમ મોદીએ ઠ પર એક સંદેશ પોસ્ટ કર્યો જેમાં જણાવ્યું હતું કે, હુમલામાંમાર્યા ગયેલા લોકોને ક્યારેય ભૂલાશે નહીં, આ દુ:ખની ઘડીમાં, સમગ્ર રાષ્ટ્ર શોકગ્રસ્ત પરિવારો સાથે ઊભો છે.
આતંકવાદીઓના નાપાક ઈરાદા ક્યારેય સફળ નહીં થાય.
પીએમ મોદીએ એક્સ પર સંદેશ પોસ્ટ કરીને લખ્યું છે કે, “એક રાષ્ટ્રના રૂપમાં આપણે શોક અને દ્રઢ સંકલ્પથીએકજૂટ છીએ. ભારત આતંકવાદના કોઈપણ રૂપની આગળ ક્યારેય નહીં ઝૂકે. આતંકવાદીઓના નાપાક ઈરાદા ક્યારેય સફળ નહીં થાય.”
અત્યારે જમ્મુ–કાશ્મીરના પહલગામની બૈસરન ખીણમાં પ્રવેશબંધી છે. જો કે, બેતાબ વેલી અને ચંદનવાડી જેવાસ્થળો ખુલ્લા છે. આ હુમલા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ૩૦–૪૦ ટકાનો ઘટાડો થયો છે, જેને લીધે સ્થાનિકવેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર ‘ઓપરેશન સિંદૂર’ની થીમસાથે આતંકીઓને કડક ચેતવણી આપી છે.
સેનાએ લખ્યું કે, ભારત કંઈ ભૂલ્યું નથી. જ્યારે માનવતાની હદપાર થાય છે, ત્યારે જડબાતોડ જવાબ અપાય છે. ન્યાય થઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, પહલગામ હુમલાનોબદલો લેવા વાયુસેનાએ ૬–૭મી મે ૨૦૨૫ની મધ્યરાત્રિએ પાકિસ્તાન અને પીઓકેમાં એર સ્ટ્રાઈક કરી હતી. માત્ર ૨૫ મિનિટ ચાલેલા આ ઓપરેશનમાં ૭ શહેરોમાં આતંકીઓના ૯ અડ્ડા ધ્વસ્ત કરાયા હતા.
પ્રવાસીઓની સુરક્ષા માટે વહીવટીતંત્રે અનેક આધુનિક પગલાં લીધા છે. દરેક સર્વિસ પ્રોવાઈડર, ટેક્સી ડ્રાઈવરઅને ગાઈડની તપાસ કરી તેમને વિશિષ્ટ ‘ક્યુઆર કોડ’ આપવામાં આવ્યા છે. ‘સ્કેન મી’ સુવિધા દ્વારા અત્યારસુધીમાં ૭ હજાર લોકોની ઓળખ સુનિશ્ચિત કરાઈ છે. બૈસરન ખીણ જેવા પહાડી વિસ્તારોમાં ઘૂસણખોરીરોકવા માટે સેનાની ૧૫થી ૨૦ જવાનોની નાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈપણ અપ્રિય ઘટનાનેઅટકાવી શકાય.