Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાનની ૧૬ YOUTUBE ચેનલ પર પ્રતિબંધ લાદ્યો
ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહેલગામમાં ઈસ્લામિક જેહાદી આતંક ફેલાવવાનું પાકિસ્તાનને હવે રોજેરોજ ભારે પડી રહ્યું છે. ગત અઠવાડિયે સિંધુ સમજૂતી સ્થગિત કરવા સહિત શ્રેણીબદ્ધ પગલાં લીધા બાદ ભારત સરકારે પાકિસ્તાનીઓ ઉપર ડિજિટલ સ્ટ્રાઈક કરી દીધી છે. ભારત સરકારે પહેલગામ આતંકવાદી હુમલાને લઈને કડક કાર્યવાહી કરી છે.
ગૃહ મંત્રાલયની ભલામણો પર ભારત સરકારે પાકિસ્તાની યૂટ્યૂબ ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામ પાકિસ્તાની યૂટ્યૂબ ન્યૂઝ ચેનલો ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટાં અને ભ્રામક નિવેદનો ફેલાવી રહ્યાં હતાં. પ્રતિબંધિત પ્લેટફોર્મ્સમાં જિયો ન્યૂઝ, ડૉન, રફ્તાર, બોલ ન્યૂઝ, ARY ન્યૂઝ, સમા ટીવી, સુનો ન્યૂઝ જેવી અગ્રણી ન્યૂઝ ચેનલોની યૂટ્યૂબ ચેનલોનો સમાવેશ થાય છે.
હવે ભારતમાં નહીં જોઇ શકાય પાકિસ્તાની યુટ્યુબ ચેનલ
આ ઉપરાંત, જાણીતા પત્રકારો જેમ કે મુનીબ ફારૂક, ઉમર ચીમા, આસ્મા શિરાઝી અને ઇરશાદ ભટ્ટીની યૂટ્યૂબ ચેનલો પણ બ્લોક કરવામાં આવી છે. અન્ય પ્રતિબંધિત હેન્ડલ્સમાં ઉઝૈર ક્રિકેટ, ધ પાકિસ્તાન રેફરન્સ, રઝી નામા અને સમા સ્પોર્ટ્સનો સમાવેશ થાય છે. ભારત સરકારે હાલમાં પાકિસ્તાનની ૧૬ યૂટ્યૂબ ન્યૂઝ ચેનલો બંધ કરી છે. આમાં ડૉન, જિયો ન્યૂઝ, સમા ટીવી અને ARY યૂટ્યૂબ ન્યૂઝ ચેનલોનો સમાવેશ થાય છે. આ બધી ન્યૂઝ ચેનલોના યૂટ્યૂબ પ્લેટફોર્મ હવે ભારતમાં જોઈ શકાશે નહીં.
ભારત સરકાર તરફથી એવી પણ માહિતી આપવામાં આવી છે કે છજી (XPD ) એ બીબીસીના ભારત ખાતેના વડા જેકી માર્ટિનને આતંકવાદી હુમલા પર તેમના રિપોર્ટિંગ વિશે દેશની મજબૂત લાગણીઓથી વાકેફ કર્યા છે. આતંકવાદીઓને ઉગ્રવાદી કહેવા બદલ BBC ને ઔપચારિક પત્ર લખવામાં આવ્યો છે. XPD BBC ના રિપોર્ટિંગનું નિરીક્ષણ કરશે.
બીજી તરફ, ભારતીય નાગરિકોમાં આ અંગે ગુસ્સો છે. સંદીપન દેબ (SANDIPAN DEB) નામના એક એક્સ યૂઝરે બીબીસીના સમાચારના સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું, ‘વાહ! બીબીસીએ એવું દર્શાવ્યું જાણે ભારતે પહેલગામમાં પાકિસ્તાની પર્યટકોની હત્યા કરી ! તેઓ આનાથી કેટલું નીચે ઉતરી શકે છે?’