Last Updated on by Sampurna Samachar
વિમાન કંપનીઓ પોતાના ભાર હવે ગ્રાહકો પર નાખશે
ભાડામાં ૫ ટકા સુધી વધારો કરી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ હવાઈ યાત્રીઓને વધુ એક ઝટકો લાગવા જઇ રહ્યો છે. ઘણી એરલાઈન્સે તેમના ભાડામાં વધારો કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. ઈન્શ્યોરન્સ બ્રોકર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ નરેન્દ્ર ભરિંડવાલનું કહેવું છે કે, એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ વિમાન કંપનીઓના ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ વધી શકે છે, જેની સીધી અસર હવાઈ ભાડા પર પડી શકે છે.
અધ્યક્ષ નરેન્દ્ર ભરિંડવાલનું કહેવું છે કે, બોઈંગ વિમાનોનો ઉપયોગ કરનારી એરલાઈન્સ એર ઈન્ડિયા, આકાશા એર અને સ્પાઈસજેટને આગામી તબક્કામાં ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ વધારવું પડી શકે છે. તેનાથી ભાડામાં પણ વધારો થઈ શકે છે. કારણ કે વિમાન કંપનીઓ પોતાના પર આવનારા ભારને નિશ્ચિત રૂપથી ગ્રાહકો પર જ નાખશે. જેથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, હવાઈ ભાડામાં પણ વધારો થઈ શકે છે.
કેટલા રૂપિયા વધશે વીમા પ્રીમિયમ ?
ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે, એર ઈન્ડિયાની પાસે બોઈંગ ૭૮૭ તબક્કાના ૩૪ વિમાન છે અને ૨૦ અન્ય વિમાનોનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્પાઈસજેટની પાસે ૭૩૭ મેક્સ ૮S પણ છે. આ વિમાનોનું પ્રીમિયમ ૨.૮ કરોડ ડોલરથી વધીને ૫ કરોડ ડોલર સુધી જઈ શકે છે. જોકે, પ્રીમિયમમાં આવનારો આ બમણો ઉછાળો ભાડામાં પણ વધારો કરી શકે છે.
કેટલું વધી શકે છે ભાડુ ?
એર ઈન્ડિયા સહિત ડ્રીમલાઈનર બોઈંગના વિમાનોનો ઉપયોગ કરનારી અન્ય કંપનીઓ પણ તેમના ભાડામાં ૨ થી ૫ ટકા સુધી વધારો કરી શકે છે. એર ઈન્ડિયાના મોટાભાગના વિમાનો ભાડા પર છે, જેનાથી તેમનો ઓપરેટિંગ કોસ્ટ પણ વધી શકે છે અને આ જ કારણ છે કે, આવનારા સમયમાં કંપનીઓ તેમના ભાડામાં પણ ૫ ટકા સુધી વધારો કરી શકે છે.
એક દુર્ઘટનાએ વધારી દીધું જોખમ- એવિએશન ઈન્ડસ્ટ્રીમાં ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ જોખમના અંદાજ અને એરક્રાફ્ટના પ્રકાર પર ર્નિભર કરે છે. આ ઉપરાંત પ્રીમિયમનો ખર્ચ સેફ્ડી ફીચર અને દુર્ઘટનાના ઈતિહાસ પર પણ ર્નિભર કરે છે. એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ આ એરક્રાફ્ટને લઈને જોખમ પણ વઘી ગયું છે. પ્રુડન્ટ ઇન્શ્યોરન્સ બ્રોકરના નિષ્ણાત હિતેશ ગિરોત્રા કહે છે કે આ અકસ્માત પછી બોઇંગ વિમાનોની સમસ્યાઓ વધી ગઈ છે.