Last Updated on by Sampurna Samachar
છત્તીસગઢ હાઇકોર્ટે ભરણપોષણ મુદ્દે આપ્યો ચૂકાદો
એક જ ઘરમાં દિયર સાથે આડાસબંધ રાખી પતિ પાસે માંગ્યા પૈસા
(સંપૂર્ણ સમાચાર સેવા)
છત્તીસગઢ હાઈકોર્ટમાં ડિવોર્સ બાદ ભરણપોષણને લઇ ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે. હાઇકોર્ટમાં ૯ મે ૨૦૨૫ ના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે જો કોઈ મહિલા લગ્ન પછી બીજા કોઈ સાથે શારીરિક સંબંધ બાંધે છે અને તેના આધારે તેના છૂટાછેડા થઈ જાય છે, તો તે મહિલા તેના પતિ પાસેથી ભરણપોષણ માંગી શકતી નથી. તેનો ભરણપોષણનો અધિકાર સમાપ્ત થઈ જશે.
એક રિપોર્ટ પ્રમાણે એક પતિએ ફેમેલી કોર્ટમાં તે સાબિત કરી દીધું કે તેની પત્નીનો તેના દિયર સાથે શારીરિક સંબંધ હતા અને આ બધુ તેના ઘરમાં થઈ રહ્યું હતું. જ્યારે પતિએ તેને રંગેહાથ પકડ્યા તો પત્નીએ તેને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી. ત્યારબાદ બંનેના છૂટાછેડા થયા અને હવે પતિ કેસ જીતી ગયો છે. બંનેના લગ્ન ૧૧ જુલાઈ ૨૦૧૯ ના હિંદુ રીતિ-રિવાજથી થયા હતા.
પતિના નાના ભાઈ સાથે ગેરકાયદેસર સંબંધ હતા
૧ માર્ચ ૨૦૨૧ના પત્ની પોતાના પિયરમાં જતી રહી અને ત્યાં રહેવા લાગી. ૨ માર્ચ ૨૦૨૧ના પતિએ હિંદુ લગ્ન અધિનિયમ હેઠળ છૂટાછેડાની અરજી કરી. ૮ સપ્ટેમ્બર ૨૦૨૩ના પરિવાર કોર્ટમાં અડલ્ટ્રીના આધાર પર પતિએ પત્નીને છૂટાછેડા આપી દીધા. પછી પત્નીએ હાઈકોર્ટમાં અપીલ કરી અને પોતાના પતિ પાસે ભથ્થાની માંગ કરી અને કહ્યું કે તેનો પતિ તેને પૈસા આપતો નથી.
રિપોર્ટ પ્રમાણે લગ્નના થોડા મહિના બાદ પત્નીનો વ્યવહાર બદલાય ગયો હતો. તે નાની-નાની વાતો પર ઝગડો કરતી હતી. તેને પતિના નાના ભાઈ સાથે ગેરકાયદેસર સંબંધ હતા અને જ્યારે પતિએ તેને આ વિશે કહ્યું તો તે લડાઈ કરવા લાગી હતી. તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તે પોતાની મરજીથી ઘર છોડી જતી રહી અને તેની પાસે કોઈ મજબૂત કારણ નહોતું. સૌથી મહત્વનું છે કે કોર્ટમાં તે સાબિત થઈ ગયું કે તેના પતિના ભાઈની સાથે સંબંધ હતો અને આ આધાર પર ફેમેલી કોર્ટે છૂટાછેડાનો ચુકાદો આપ્યો હતો.
રિપોર્ટ પ્રમાણે અડલ્ટ્રી કરવી અને ક્યારેક ખોટા સંબંધ બનાવવામાં તફાવત છે. પત્નીએ અડલ્ટ્રીમાં રહેતા ભરણપોષણની માંગ કરી હતી તો તેનો ઇનકાર ન કરી શકાય. એક્સ્ટ્રા મેટિરલ અફેરનો આરોપ હતો જે કોર્ટમાં સાબિત થયો, પરંતુ તેનો મતલબ તે નથી કે પત્ની ભરણપોષણ ન માંગી શકે. જ્યારે સાક્ષી પતિના બધા સંબંધીઓ છે તેથી કોર્ટે આ મામલાને ફરી જોવો જોઈએ.
રિપોર્ટ પ્રમાણે કોર્ટે કહ્યું કે CRPC ની કલમ ૧૨૫(૪) કહે છે કે જો કોઈ મહિલા લગ્ન દરમિયાન કોઈ અન્ય સાથે સંબંધ બનાવે છે (અડલ્ટ્રી) તો તે પોતાના પતિ પાસે ભરણપોષણ માગવાની હકદાર નથી. જો તેને છૂટાછેડા પણ તે કારણે મળ્યા, તો આ કાયદો હજુ પણ લાગૂ રહેશે. છૂટાછેડા મળ્યા બાદ તે ભરણપોષણ માગવાની હકડાર ન બની શકે.
એટલે જો કોઈ અન્ય સાથે સંબંધ હોવાને કારણે છૂટાછેડા મળ્યા છે તો પછી મહિલા પોતાના પૂર્વ પતિ પાસે ભરણપોષણની માંગ ન કરી શકે. તેથી કોર્ટે પત્નીની અપીલને નકારી દીધી અને પતિની અપીલને મંજૂર કરી છે.