મહિલાએ પતિને દિકરી માટે કિડની વેચી પૈસા લાવવા કહ્યુ હતુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના સંકરેલ વિસ્તારમાં એક મહિલાએ તેના પતિને ૧૦ લાખ રૂપિયામાં તેની કિડની વેચવા માટે દબાણ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના સંકરેલ વિસ્તારમાં પત્નીએ તેના પતિને કિડની વેચવા દબાણ કહ્યું. જેમાં મહિલાનો ઉદ્દેશ્ય તેની ૧૨ વર્ષની દીકરીને સારી સ્કૂલમાં એડમિશન મળે અને સારી જિંદગી માટે પૈસા ભેગા કરવાનો હતો. તેના પતિ પર દબાણ લાવી તેણે તેને તેની કિડની વેચવા માટે સમજાવ્યો હતો.
પતિએ પત્નીની વાત માની અને સર્જરી બાદ ૧૦ લાખ રૂપિયાની રકમ ઘરે લાવ્યો. સર્જરી બાદ તેની પત્નીએ તેને આરામ કરવાની અને ઘરની બહાર ન જવાની સલાહ આપી હતી. પરંતુ એક દિવસ તે ઘરેથી નીકળી અને પાછી આવી નહીં. બાદમાં ખુલાસો થયો હતો કે તે ૧૦ લાખ રૂપિયાની સમગ્ર રકમ અને અન્ય કેટલીક ચીજવસ્તુઓ પણ લઈને ભાગી ગઈ હતી.
પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને મહિલાને શોધી કાઢી. તે કોલકાતાના ઉત્તરીય ઉપનગર બેરકપુરમાં અન્ય એક વ્યક્તિ સાથે રહેતી હતી. પ્રેમીએ ધમકી આપી હતી કે તે તેમની વચ્ચે છૂટાછેડાનો કેસ કરશે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને મહિલા અને તેના પ્રેમીની શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ પરિવારની વિશ્વસનીયતા અને સંબંધો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.