Last Updated on by Sampurna Samachar
૧૫ કિલો ડબ્બાનો ભાવ રૂ. ૨૩૦૦ એ પહોંચ્યો
સિંગતેલના ભાવ ૪ વર્ષના તળિયે જોવા મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખાદ્યપદાર્થોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સીંગતેલને લઈને લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સીંગતેલના ભાવમાં દિવાળી બાદ ફરી ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં સીંગતેલના ભાવમાં ઘટાડો થતા ૧૫ કિલો ડબ્બાનો ભાવ રૂ. ૨૩૦૦ એ પહોંચ્યો છે. ત્રણ દિવસમાં ડબ્બે રૂ. ૪૦નો ઘટાડો નોંધાયો છે.
બજારમાં સીંગતેલના ભાવ પ્રમાણે સિંગતેલના ભાવ ૪ વર્ષના તળિયે જોવા મળ્યા હતા. દિવાળીથી અત્યાર સુધીમાં સીંગતેલના ભાવમાં રૂ. ૩૦૦ નો ઘટાડો થયો છે. સીંગતેલના ભાવમાં સતત થઈ રહેલા ઘટાડાનું કારણ મગફળીના મબલખ ઉત્પાદન માનવામાં આવી રહ્યું છે. જેમાં રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન ૫૦ લાખ ટનને પાર થવાનો અંદાજ જાહેર કરાયો છે. જેના કારણે સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
ખાદ્યતેલોમાં સૌથી વધુ સીંગતેલનો વપરાશ
છેલ્લા ચાર વર્ષના સિંગતેલના ભાવ જોઈએ તો ૨૦૨૧ માં નવેમ્બર મહિનામાં ૨૩૦૦ ભાવ જોવા મળ્યો હતો. જેના બાદ સૌથી વધુ ૨૦૨૨ માં ઓગસ્ટ મહિનામાં પ્રતિ ડબ્બે ૩૨,૦૦ રૂપિયા ભાવ થયો હતો જ્યારે તેના બાદ ૧ વર્ષ પછી ૨૦૨૩માં ઓગસ્ટ મહિનામાં ઘટીને ૩૧૦૦ રૂપિયા થયો હતો. અને એ જ વર્ષમાં એક મહિનાની અંદર એટલે કે ૨૦૨૩માં ૧૦૦ રૂપિયાનો ઘટાડો થતા અનુક્રમે સપ્ટેમ્બર મહિનામાં ૩૦૦૦ અને ઓક્ટોબર મહિનામાં ૨૯૦૦ એ પંહોચ્યો હતો. જેના બાદ સીંગતેલના ભાવ ૨૦૨૪માં નવેમ્બર મહિનામાં ૨૬૦૦એ પંહોચ્યો હતો. અને હવે ૨૦૨૫માં એપ્રિલ મહિનામાં પ્રતિ ડબ્બે સીંગતેલનો ભાવ ૨૩૦૦એ પંહોચ્યો છે.
એકંદરે કહી શકાય કે છેલ્લા કેટલાક વર્ષોમાં સીંગતેલના ભાવમાં સતત ઘટાડો થયો છે. ખાદ્યતેલોમાં સૌથી વધુ સીંગતેલનો વપરાશ થાય છે. સીંગતેલના ભાવમાં ઘટાડો થતો ગૃહિણીઓમાં ખુશીની લહેર જોવા મળી. જણાવી દઈએ કે ૧૦ વર્ષ પહેલા સીંગતેલનો ભાવ ૧૭૫૦ રૂપિયા હતો. અને હવે ફરી ધીરે ધીરે સીંગતેલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે.